________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ના, એ સુખો શાશ્વત નથી હોતાં. દેવોને પણ મૃત્યુ ચ્યવન) હોય જ છે!”
“તો પછી ભગવંત, એવાં સુખોથી સર્યું.. એ દેવી સુખો કરતાં સિદ્ધ ભગવંતોનાં સુખ વધારે સુંદર છે ને? સિદ્ધોનું સુખ શાશ્વત છે ને?”
હે ધર્મશીલે, દેવોનાં સુખ અને સિદ્ધોનાં સુખ વચ્ચે ઘણું અંતર છે. દેવોનાં શરીર ધ્રુવ નથી, દેવોને કર્મોની ભયંકર પરતંત્રતા હોય છે, તીવ્ર કષાયો હોય છે અને મહામોહ તે દેવ-દેવીઓને નચાવે છે. વિષય-તૃષ્ણાનો કોઈ પાર હોતો નથી. ઇન્દ્રિયોને તેઓ પરાધીન હોય છે.
જ દેવ-દેવીઓમાં ઉત્કર્ષની અને અપકર્ષની તીવ્ર લાગણીઓ હોય છે. છે દેવ-દેવીઓનું માનસ ઘણું વિચિત્ર હોય છે.
છે જ્યારે તેઓને પોતાના આયુષ્યનો અંત દેખાય છે ત્યારે તેઓ અત્યંત વ્યાકુળ બની જતાં હોય છે, દીન અને હતાશ બની જતાં હોય છે. પછી તેઓને ગીત-સંગીત અને નૃત્ય-નાટક જોવો ગમતાં નથી. ગીત વિલાપરૂપ અને નૃત્ય વિડંબનારૂપ લાગે છે. આભૂષણો ભારરૂપ લાગે છે અને વૈષયિક સુખભોગો દુ:ખરૂપ લાગે છે.
માટે હે સૌમ્ય, કર્મમુક્ત તથા આત્મસ્વરૂપમાં લીન એવા “સિદ્ધ ભગવંતો જ પારમાર્થિક દૃષ્ટિએ સુખી છે. તેઓને નથી હોતી કોઈ ઇચ્છાઓ કે અભિલાષાઓ. તેને નથી હોતા જન્મ અને મૃત્યુ. સદેવ તેઓને અનંતજ્ઞાન અને અનંતદર્શનથી જાણવાનું અને જોવાનું. સકલ ચરાચર વિશ્વને જોવાનું. છતાં રાગ નહીં કે દ્વેષ નહીં!
હે ભદ્ર, સિદ્ધોને પરમાનંદ હોય છે. તેઓને કોઈ પીડા હોતી નથી, વ્યથા કે વેદના હોતી નથી. આ સિદ્ધોને જેવું સુખ હોય છે તેવું સુખ દેવોને પણ નથી હોતું કે મનુષ્યો પાસે પણ નથી હોતું. એ સુખ લોકાલોકમાં પણ ન સમાય તેવું અપારઅનંત સુખ હોય છે.
હે ધર્મશીલ, સિદ્ધ ભગવંતોનાં સુખોનું વર્ણન કરવામાં આયુષ્ય ઓછું પડે. જોકે એ સુખ વર્ણનાતીત છે. ખરેખર તો એ સુખ અનુભવનું છે. એ સુખને સમજાવવા હું તને એક ઉપનયકથા કહું છું. એ સાંભળીને તું સિદ્ધોનાં સુખની કલ્પના કરી શકીશ.”
જે
એક
એક
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪પ
For Private And Personal Use Only