________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે, એણે બધાંને બોલાવીને કહ્યું:
તમને સહુને મારા પર પ્રેમ છે, એ વાત હું માનું છું, પરંતુ સન્યાસ લેવો, એ તમારા માટે યોગ્ય નથી, જૈનધર્મનો સંન્યાસ સરળ નથી, ખૂબ અઘરો છે. એમાં મહાવ્રતો પાળવાનાં હોય છે. મહાવ્રતો પાળવા માટે, દઢ મનોબળ જોઈએ. એવું મનોબળ તમારી પાસે ક્યાં છે? મનના ભાવો એકસરખા કોઈના ટકતા નથી... અને લીધેલાં મહાવ્રતો છોડી શકાતા નથી. માટે તમે ધીરજ રાખો. મહારાજકુમાર સમરાદિત્ય
જ્યારે ગૃહવાસ ત્યજી સંયમ ગ્રહણ કરે, ત્યારે તમે એમને પૂછજો કે “અમારા આત્મકલ્યાણનો માર્ગ બતાવો... અમને સદ્ગતિનો માર્ગ બતાવો.”
કોઈએ તર્ક કર્યો નહીં કે પૂછયું પણ નહીં કે “તમે આવા લોઢાના ચણા કેવી રીતે ચાવશો? મહાવ્રતો પાળવાં એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે.”
૦ ૦ ૦ સંધ્યા ઢળી ગઈ હતી. બધાં જ કાર્યો પૂર્ણ કરીને મહાલયના પશ્ચિમ દિશાના ઝરૂખામાં બેઠી હતી. ત્યાં લલિતાંગનો રથ મહાલયના પ્રાંગણમાં આવીને ઊભો. ઝડપથી લલિતાંગ નીચે ઊતર્યો. મહાલયનાં બે બે પગથિયાં સાથે ચઢીને, એ સુંદરીની પાસે આવીને ઊભો.
આવ, લલિતાંગ, શાંતિથી મારી સામે બેસ અને સ્વસ્થ બનીને વૃત્તાંત કહે.”
દેવી, મહારાજકુમારે સંસારવાસનો ત્યાગ કરવાની, મહારાજા પાસે અનુમતિ માગી. મહારાજાએ કુમારને તો અનુમતિ આપી, સાથે સાથે રાજા-રાણીએ અને બંને નવવધૂઓએ પણ ચારિત્ર લેવાનો નિર્ણય જાહેર કરી દીધો.
પ્રધાનોને બોલાવી, રાજ્યવ્યવસ્થા સમજાવી દીધી.
આવતી કાલે સારા મુહુર્ત મહારાજાના ભાણેજ અનિચન્દ્રકુમારનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય થયો.
જિનમંદિરોમાં મહોત્સવ શરૂ કરાવ્યાં. ક પૌરજનોનું સન્માન કરવામાં આવ્યું. સામંત રાજાઓને સન્માનવામાં આવ્યાં. ગુરુજનોનું પૂજન કરવામાં આવ્યું. જ નવવધૂઓનાં માતા-પિતાને બોલાવી લાવવા, પવનવેગી અશ્વોને મોકલવામાં આવ્યાં.
આ જ્ઞાની ગુરુદેવ પધારશે એટલે સહુ ચારિત્ર લેશે.”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૯૫
For Private And Personal Use Only