Book Title: Samaraditya Mahakatha Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 461
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરંતુ અશોકમુનિની ધારણા ખોટી પડી. મહર્ષિ સમરાદિત્ય એકલા અશોકવન તરફ ચાલ્યાં, સન્નિવેશની બહાર નીકળ્યાં... કે ગિરિષેણે તેમને જોયાં. તેણે પીંછો પકડ્યો. મહર્ષિએ અશોકવનમાં એક જગ્યા પસંદ કરી. એ એકાંત સ્વચ્છ નિર્દોષ ભૂમિ પર તેઓએ ઇર્યાપથિકી પ્રતિક્રમણ કરી, કાયોત્સર્ગ ધ્યાનનો પ્રારંભ કર્યો. નિશ્ચલપણે, નાસિકાના અગ્ર ભાગ પર દૃષ્ટિ સ્થિર કરી, તેમણે ધ્યાનમાં લીનતા પ્રાપ્ત કરી. ગિરિષેણ ખૂબ રાજી થયો, તેણે દૂરથી એક વૃક્ષની આડશે ઊભા રહીને જોયું. ખૂબ સરસ જગ્યા છે! આજે અત્યારે જ કામ પતાવી દઉં, પણ એવી રીતે મારું કે એ ભયંકર વેદના અનુભવે! શું કરું?' તત્કાળ એક ઉપાય એને સ્ફુર્યો. એ દોડ્યો. ગામમાં પોતાના પરિચિત ચંડાળના ઝૂંપડામાંથી અતસીનું તેલ, માટીના એક વાસણમાં લઈ આવ્યો. ગામના ઉકરડામાંથી જૂનાં ચીથરાં વીણી લાવ્યો. તે આ બધું લઈને, ધીમે ધીમે પગલે મહર્ષિની પાસે પહોંચ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir તેણે મહર્ષિની પાછળ જઈ, મહર્ષિના શરીરને સ્પર્શ કર્યો, મહર્ષિ હલ્યા નહીં... તેણે મહર્ષિના શરીર પર એક ચીંથરું વીંટાળ્યું... મુનિરાજે આંખ ખોલી નહીં. બીજું ચીંથરું વીંટાળ્યું... ત્રીજું વીંટાળ્યું... ફટાફટ બધાં ચીંથરા વીંટાળી દીધાં. ભયથી એણે ચારે દિશામાં જોયું. ‘કોઈ આવતું નથી ને?' કોઈ મનુષ્ય કે કોઈ પશુ આસપાસમાં દેખાયું નહીં. એ દુષ્ટે મહર્ષિના શરીર પર અતસીનું તેલ રેડ્યું. ત્યારબાદ બે પથ્થર ઘસીને, અગ્નિ પેટાવ્યો. ચીંથરા સળગાવ્યાં. * મુનિરાજનું શરીર બળવા લાગ્યું. * વિશિષ્ટ ધ્યાનમાં લીન હોવાથી, તેઓને આગ લાગ્યાની ખબર જ ના પડી, * ગિરિષેણ આનંદથી નાચવાં લાગ્યો... * થોડી વાર પછી મહર્ષિનું ધ્યાન બદલાયું ત્યારે તેમને ખબર પડી કે એમના શરીરને કોઈએ સળગાવ્યું છે. તેઓ સાવધાન થઈ ગયાં. વિચારોને રોકી દીધાં. * તેઓ વિશુદ્ધ ધ્યાનમાં સ્થિર થયાં. * સમતાયોગમાં સ્થિર બન્યાં. * આત્મામાં ‘અપૂર્વકરણ' પ્રવર્તી, * ‘ક્ષપકશ્રેણિ'નો પ્રારંભ થયો. * જીવવીર્ય ઉલ્લસિત થયું. * કર્મશક્તિ નાશ પામવા લાગી. * આત્મા પરમ યોગમાં સ્થિર બન્યો. * ઘાતીકર્મોનો ક્ષય થયો. * કેવલજ્ઞાન પ્રગટ થયું. સમરાદિત્ય મહર્ષિ વીતરાગસર્વજ્ઞ બની ગયાં ... શ્રી સમરાદિત્ય મહાકા ૧૪૪૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491