Book Title: Samaraditya Mahakatha Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 467
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સંઘર્ષકથા સાંભળીને, રાજા મુનિચંદ્ર, રાણી નર્મદા, ક્ષેત્રપાલ વેલંધર... સામંત રાજાઓ વગેરે વૈરાગ્ય પામ્યાં. મહારાજા મુનિચંદ્ર કહ્યું: “હે ભગવંત, આ ચંડાળના ભાવમાં મને તો “અજ્ઞાન' જ મૂળકારણ લાગે છે.” રાજન, તમારી વાત સાચી છે. આ ચંડાળનો જીવ સાતમી નરકમાંથી આવ્યો છે ને સાતમી નરકમાં જશે. વેરભાવના, હિંસાનાં પરિણામોના ઘોર કટુ વિપાકો અનુભવશે..' રાણી નર્મદાએ કહ્યું: “ભગવંત, આ નારકો કેવા પ્રકારના હોય અને નારકીમાં વેદના કેવા પ્રકારની હોય?” કેવળજ્ઞાની સમરાદિત્યે કહ્યું: હે ધર્મશીલ, સંક્ષેપમાં હું તને નારકીઓનું સ્વરૂપ કહું છું તે નારકીઓ અંદરના ભાગમાં ગોળ, બહાર ચોરસ અને નીચે અસ્ત્રાના આકારની હોય છે. નિરંતર અંધકારમય હોય છે. ત્યાં સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર કે તારા હોતા નથી. એ નારકીની ધરતી માંસ, મેદ, ચરબી, લોહી અને પરુના કિચડથી લેપાયેલી હોય છે. અશુચિ... વિષ્ટાના જેવી દુર્ગધ ત્યાં ફેલાયેલી હોય છે. * અગ્નિ અને કબૂતરના રંગ જેવો રંગ હોય છે નારકીનો. છે ત્યાંનો સ્પર્શ કઠોર હોય છે, અશુભ અને દુસ્સહ હોય છે. છે ત્યાંનું પાણી ખાટું હોય છે, હિમના કાંકરા હોય છે. જ ચરબીનો કાદવ હોય છે, પરુની નદીઓ વહેતી હોય છે. લોહીનાં ઝરણાં વહે છે, કીડાઓના ઢગલા હોય છે. અગ્નિના રંગ જેવા લાલચોળ લોહસ્તંભો હોય છે. આ ભયંકર સર્પોના ટોળેટોળાં હોય છે. આ કઠોર લૂ વાતી હોય તેવાં વાયરા વાતાં હોય છે. ધ..ધ... કરતા દાવાનળ સળગતાં હોય છે. વિવિધ યંત્રોમાં પિસાતા વ્યાકુળ નારકી-જીવો હોય છે. નારકીના માર્ગો પર લોઢાની અતિ તીણ ખીલીઓ હોય છે, કાંટા પથરાયેલા હોય છે, ખાડા-ટેકરા હોય છે. શ્રી સમરાદિત્ય મહાકથા ૧૪૫૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491