________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓએ “રફવાહ' સન્નિવેશમાં પહોચવાનું હતું. માત્ર ચાર ઘટિકાનો માર્ગ હતો.
નિર્વિને તેઓ રફવાહ સન્નિવેશમાં પહોંચી ગયાં.
બીજી બાજુ ગિરિર્ષણ પણ રફવાહ સન્નિવેશની બહારના પ્રદેશમાં પહોંચી ગયો હતો. એણે સમરાદિત્યનો પીછો પકડ્યો હતો. “કોઈ પણ રીતે હું મારા આ શત્રુ સમરાદિત્યને મારીશ.. એને માર્યા વિના હવે મને ચેન નહીં પડે.” સન્નિવેશની બહાર દૂર એક વૃક્ષની નીચે, એ બેઠો હતો.
લલિતાંગ મુનિએ રફવાહ સન્નિવેશમાં આવ્યાં પછી, સમરાદિત્યને આહાર માટે પૃચ્છા કરી.
આજે હું ઉપવાસ કરીશ...' કોઈ પ્રયોજન?”
કર્મક્ષય એ જ પ્રયોજન છે મુનિવર, હું ઉપવાસ કરીને, આ સન્નિવેશથી થોડે દૂર એકાંતમાં આવેલા, અશોકવૃક્ષોના ઉદ્યાનમાં જઈને, કાયોત્સર્ગ-ધ્યાન કરીશ...'
ભગવંત, હું સાથે આવીશ...' લલિતાગમુનિ બોલ્યા, ના, કોઈ મુનિએ મારી સાથે આવવાનું નથી. હું એકલો જ જઈશ...' ‘પણ એ એકાંતમાં કોઈ દુષ્ટ...' દુષ્ટ દેવ કે મનુષ્ય મારા ઉપર ઉપસર્ગ કરશે, એની ચિંતા કરો છો?'
હા જી, ચિંતા થાય તે સ્વાભાવિક છે.' ચિંતા ના કરો, લલિતાગમુનિ, અનંતશક્તિના ધણી એવા આત્માને કોઈ બાહ્ય ઉપસર્ગની અસર થતી નથી... શરીર તો આમેય નાશવંત છે, મને એનો મોહ રહ્યો નથી. જ્યાં સુધી શરીર નીરોગી છે, સશક્ત છે, ત્યાં સુધી એ સાધનનો સદુપયોગ કરી લઉં, આજે એકલો જ અશક-ઉદ્યાનમાં જઈને, કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બનીશ. તમે કોઈ મુનિ ચિંતા ના કરશે. સહુ પોતપોતાની સંયમ-આરાધનામાં તત્પર રહેજો.'
અશોકમુનિ આ વાર્તાલાપ સાંભળતાં હતાં. રાત્રિની ઘટના તેમને યાદ હતી. તેઓ અસ્વસ્થ બની ગયાં. “આ ઠીક થતું નથી. પેલો દુષ્ટ પુરુષ, નથી ને અશોકવનમાં પહોંચી જશે તો? જરૂર અનર્થ કરશે. શા માટે એ ગુરુદેવને મારવા ઇચ્છે છે? ગુરુદેવે એનું શું અહિત કર્યું છે? મેં તો એને મારા જીવનમાં પહેલી વાર જોયો છે. કેવો કદરુપો છે? દીક્યો ના ગમે તેવો કોઈ હીન જાતિનો માણસ લાગે છે... ખેર, ગુરુદેવ ગમે તે કહે, મારે સાવધાન રહેવું જ પડશે. અત્યારે ભલે તેઓ એકલા જાય...' અશોકમુનિએ ત્રીજા પ્રહરના અંતે અશોકવનમાં જવાનો નિર્ણય કર્યો. રાત્રિ અશોકવનમાં જ, ગુરુદેવની આસપાસ છુપાઈને પસાર કરવાનો વિચાર કર્યો. “પેલો દુષ્ટ કદાચ શોધતો શોધતો આવે તો રાત્રિના સમયે જ કંઈક અનર્થ કરવા તૈયાર
થશે.”
૧૪૪૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only