________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમગ્ર ધારાનગરી સ્તબ્ધ બની ગઈ.
રાજા, રાજકુમારો, શ્રેષ્ઠિઓ, શ્રેષ્ઠિપુત્રો અને બીજા ગીત, નૃત્ય અને રૂપના શોખીનો... બધા જ સ્તબ્ધ થઈ ગયાં.
ચિંતામણિ પોતાના પરિવાર સાથે, સર્વ ત્યાગ કરી, સંન્યાસ ગ્રહણ કરે છે... અને મહાજ્ઞાની સમરાદિત્ય એ પતિતાનો ઉદ્ધાર કરે છેતેને સાધ્વી બનાવે છે.' સાંભળીને લોકો વિવિધ પ્રત્યાઘાતો આપે છે.
શુભ દિવસે, શુભ મુહૂર્ત, મહર્ષિ સમરાદિત્યે ચિંતામણિ અને એના પરિવારને દીક્ષા આપી. ચિંતામણિ એની સખીઓ અને દાસીઓ, શ્રમણીસંધમાં જોડાઈ ગયાં.
બીજા દિવસે ધારાનગરીથી વિહાર કરવાનો હતો. એટલે મહામુનિ લલિતાંગે મહર્ષિને વિનંતી કરી:
‘ભગવંત, આવતી કાલે આપણે ઉજ્જૈની તરફ વિહાર કરવાનો છે. આટલા બધા નૂતન દીક્ષિતો છે. બધાં જ સાધુ-સાધ્વીઓને, સહુ સંયમમાં સ્થિર રહે.. સહુનાં મન ચારિત્રની આરાધનામાં ઉલ્લસિત રહે, તેવો ઉપદેશ આપવા કૃપા કરો...'
સહુ સાધુઓ અને સાધ્વીઓ પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયાં. મહર્ષિ સમરાદિત્યની દિવ્ય વાણી વહેવા લાગી.
હે શ્રમણો અને શ્રમણીઓ, સદૈવ યાદ રાખજો કે આ ભવવન અતિ ભયંકર છે. આ ભવવનમાં લોભનો પ્રચંડ દાવાનળ સળગી રહ્યો છે. આ દાવાનળને કોઈ પણ રીતે બુઝાવી શકાતો નથી. ‘લાભ’ના લાકડાંથી લોભનો દાવાનળ વધુ ને વધુ ઉગ્ર થતો જાય
બીજી બાજુ મૃગતૃષ્ણા જેવી વિષયતૃષ્ણા, જીવોને ઘોર પીડા આપી રહી છે. આવા ભીષણ ભવવનમાંથી તમે સહુ નીકળી ગયા છો. હવે તમે નિર્ભય અને નિશ્ચિત બની ગયાં છો. છતાં ક્યારે પણ સંસાર તરફ મન આકર્ષાય નહીં, તે માટે વિચારજો કે આ સંસારમાં મનુષ્યની એક ચિંતા દૂર થાય છે, ત્યાં એનાથી ચઢિયાતી બીજી બીજી ચિંતા ઉત્પન્ન થાય છે. મન-વચન-કાયામાં નિરંતર વિકારો ફુટ્ય કરે છે. રજોગુણ અને તપોગુણથી પગલે પગલે આપત્તિઓના ઊંડા ખાડામાં જીવો ગબડ્યા કરે છે.'
હે મહાનુભાવો, આપણા જીવે માતાના અશુચિય ઉદરમાં આવીને નવ નવ મહિના કષ્ટ સહન કર્યા. તે પછી જન્મનાં દુઃખ સહન કર્યા. ત્યાર બાદ જીવનમાં ક્ષણિક અને કલ્પિત સુખો મળતાં માન્યું કે “દુઃખો ગયાં. ત્યાં જ મૃત્યુની બહેન જરાવસ્થા આવી ગઈ. ઘડપણ આવ્યું. કાયા જર્જરિત થઈ ગઈ છે... અને આ રીતે મૂલ્યવાન માનવજીવન વ્યર્થ ચાલ્યું જાય છે... શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૪૩
For Private And Personal Use Only