________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિશ
૧૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યાહ્નનો સૂરજ માથે આવ્યો હતો, પરંતુ ઉદ્યાનની હવા શીતળ હતી. અવધિજ્ઞાની મહર્ષિ સમરાદિત્યની ઉપદેશધારા ચિંતામણિને સ્પર્શી રહી હતી.
તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે: ‘હે આત્મન્, તારું આ શરીર ભલે આજે સુંદર હોય, ઉન્મત્ત હોય, પરંતુ ધ્યાન રાખ કે એ પાણીના પરપોટા જેવું ક્ષણિક છે. એક દિવસ નાશ પામનારું છે. અનિત્ય છે, યૌવન અતિ ચંચળ છે... યૌવનના ઉન્માદથી ઉન્મત્ત આ શરીર કેવી રીતે આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય?
હે આત્મન્, પવનના સુસવાટાઓથી ચંચળ બની જતાં જલતરંગો જેવું ચંચળ આપણું આયુષ્ય છે. રિદ્ધિ-સિદ્ધિ અને સંપદાઓ... વિપત્તિઓનાં વાદળોથી ઘેરાયેલી છે. સંધ્યાના ક્ષણિક રંગો જેવાં પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો છે. મિત્ર-સ્ત્રી-સ્વજનોના સંગમનું સુખ સ્વપ્ન જેવું છે, ઇન્દ્રજાળ જેવું છે. કહે, આ સંસારમાં એવી કઈ વસ્તુ છે, કે જેનાથી સુજ્ઞ મનુષ્યને હર્ષ થાય?
હે ભદ્રે, જે પદાર્થો પ્રભાતમાં સુંદર શોભાવાળા હોય છે, મનને ખુશ કરી દેનારા હોય છે, આહ્લાદક અને આકર્ષક હોય છે, તે જ પદાર્થો જોતજોતામાં સંધ્યાસમયે નિરસ, અનાકર્ષક... અને નિસ્તેજ બની જતાં હોય છે. આ બધું મનુષ્ય નજરે જુએ છે ને? છતાં મૂઢ મન સંસારના રંગરાગ છોડતું નથી... ખેદની જ વાત છે ને?
હે સૌમ્યું, સાચો શત્રુ મોહ છે. મોહશત્રુએ જીવને ગળેથી પકડીને, ડગલે ને પગલે ત્રાસ આપેલો છે. માટે તું આ સંસારને જન્મ-મૃત્યુના ભયથી ભરેલો જો, તેનું અત્યંત બિહામણું રૂપ જો,
હે ભદ્રે, સ્વજન-પરિજનો સાથેના તારા મીઠાં સંબંધોનાં બંધન વ્યર્થ છે. ડગલે ને પગલે તને આ સંસારના નવા નવા અનુભવો નથી થતા શું? અનેક વાર તારો પરાભવ નથી થતો શું? તું શાન્તિથી વિચાર કરજે.
આ સંસારમાં અજ્ઞાની મનુષ્યો સંપત્તિથી અભિમાની બને છે... તો ક્યારેક દરિદ્રતાથી દીનતા કરે છે. જીવો કર્મોને પરાધીન છે. માટે દરેક જન્મમાં નવાં નવાં... જુદાં જુદાં રૂપ ધારણ કરે છે. સંસારનાં રંગમંચ પર જીવો નાટકિયાઓથી જરાય વિશેષ નથી...
હે આત્મન્, ક્યારેક તારી બાલ્યાવસ્થા હોય છે, પછી તારુણ્યના તરવરાટથી તું ઉન્મત્ત હોય છે... તે પછી દુર્જય ઘડપણથી તારો દેહ ખખડી જાય છે. અને છેલ્લે તું યમરાજની હથેળીમાં પડ્યો હોય છે!
‘હે ભદ્રે, આ સંસારમાં કોઈ સંબંધ શાશ્વત નથી, કાયમી નથી. ભવના પરિવર્તન શ્રી સુમરાદિત્ય મહા થા
૧૪૪૧
For Private And Personal Use Only