________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે શ્રમણો, ભવિતવ્યતાથી પ્રેરાયેલો, ભારે કર્મોનાં દોરડાથી બંધાયેલો અને કાળરૂપી જંગલી બિલાડાની પાસે રહેલો જીવ, બિચારો દિશાશૂન્ય બની ગયો છે. દેહના પિંજરામાં પુરાયેલો જીવ, આ સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. ૮૪ લાખ યોનિમાં ભટકતો રહે છે...
હે મુમુક્ષુઓ, ભલે તમે ગૃહવાસ છોડ્યો, છતાં તમારે આ દુનિયાની વચ્ચે, સમાજની વચ્ચે જીવવાનું છે. આ દુનિયામાં ભિન્ન ભિન્ન નિમિત્ત અને આલંબનો તમારા મનને ચંચળ-વિચલિત કરી શકે છે... છતાં તમારે જાગ્રત રહીને, મનને સ્થિર અને અવિચલ રાખવાનું છે. તે માટે એક શ્રેષ્ઠ ઉપાય બતાવું છું.
તે ઉપાય છે “મૃત્યુના ચિંતનનો,” એ ચિંતન કેવી રીતે કરવું, તે હું તમને બતાવું
જ્યારે પ્રિય-અતિ પ્રિય સજ્જનો પુરુષો મૃત્યુના મહાસાગરમાં ડૂબતા હોય છે ત્યારે તેમને કોઈ સ્વજન બચાવી શકતાં નથી.
જેમ માછીમાર નાનાં માછલાંઓને જોતજોતામાં પકડી લે છે તેમ યમરાજ.. અપ્રતિમ બળવાળા રાજાઓને પણ પકડી લે છે. ભલે પછી એ રાજાઓ યમરાજ સામે દીનતા કરતાં હોય. એ યમરાજથી, એ મહાકાળથી બચવા ભલે રાજા કે, પ્રજા કોઈ પણ વજના ઘરમાં છુપાઈ જાય અથવા મોઢામાં, તણખલું લઈ એ મહાકાળની આગળ પોતાની હાર કબૂલે, છતાં એ નિર્દય કાળ, કોઈને છોડતો નથી.
ભલે તમે મંત્રો, વિદ્યાઓ કે ઔષધિઓના પ્રયોગ કરો અથવા રસાયણોથી તમારા શરીરને પુષ્ટ કરી... યાદ રાખો, મૃત્યુ તમને છોડવાનું નથી.
ભલે તમે લાંબા સમય સુધી પ્રાણાયામ કરી, વ્યાસનિરોધ કરો, ભલે તમે સમુદ્રની સામે પાર જઈને રહો, ભલે તમે પહાડોનાં શિખર પર ચઢી જાઓ, પરંતુ એક દિવસ તમારું આ દેહનું પિંજર જીર્ણ થવાનું જ છે.
જ્યારે મનુષ્યના દેહમાં ઉગ્ર કોટિના રોગ દેખા દે છે ત્યારે એને કોણ બચાવી શકે છે? કોઈ જ નહીં. જેવી રીતે રાહુની પીડા ચન્દ્ર એકલો જ સહન કરે છે, એવી રીતે તમારી પીડા, તમારે એકલાએ જ સહવાની છે. તેમાં બીજા કોઈ ભાગ પડાવી શકે નહીં..”
આ છે મૃત્યુ પર મનન કરવાના મુદ્દાઓ. તમે બુદ્ધિમાન છો. આ વાતો પર દિવસો સુધી ચિંતન કરી શકશો. જેમ જેમ ચિતન થતું જશે તેમ તેમ સંયમઆરાધનામાં જાગૃતિ વધતી જશે... પ્રમાદ ઘટતો જશે... અપ્રમત્તતા જેમ જેમ વધતી જશે તેમ તેમ આત્મા કર્મબંધનોથી છૂટતો જશે. તમારો આત્મા પરમ વિશુદ્ધિ પામ એક દિવસે મુક્તિને વરશે.'
૦ ૦ ૦
૧૪૪૪
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only