________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[
]
અયોધ્યાને ધર્મ-યૌવન આવ્યું હતું.
જ્યારથી શાવતાર ચૈત્યમાં વાચકશ્રેષ્ઠ સમરાદિત્ય પધાર્યા હતાં ત્યારથી અયોધ્યાનાં સ્ત્રી-પુરુષોની જબાન પર એક જ વાત હતી. “જે પૂછવું હોય તે અવધિજ્ઞાની મહાત્મા સમરાદિત્યને પૂછો. તેઓ ભૂત-ભાવી અને વર્તમાનના-ત્રણે કાળના જ્ઞાતા છે! તમારા પૂર્વજન્મોને પણ કહી આપે છે, તમારા ભવિષ્યના ભેદ પણ ખોલી નાખે
અને હજારો ભક્ત સ્ત્રી-પુરુષો શક્રાવતાર ચૈત્ય તરફ પ્રતિદિન જાય છે. અવધિજ્ઞાની મહર્ષિનાં દર્શન કરે છે, વંદન કરે છે, એમના ઉપદેશનું શ્રવણ કરે છે. ધન્યતા અનુભવે છે, કૃતાર્થતા અનુભવે છે. જેને જે કંઈ પૂછવું હોય તે અનુકૂળ સમયે પૂછી લે છે.
શ્રેષ્ઠી ત્રિલોચને પૂછયું: ‘ભગવંત, અભયદાન અને ઉપષ્ટભદાનમાં સામાન્યથી ચડિયાતું દાન કર્યું ગણાય?” શ્રી સમરાદિત્ય મહર્ષિએ કહ્યું:
મહાનુભાવ, તારા પ્રશ્નનો ઉત્તર એક કથા-પ્રસંગથી તને આપું છું, જેથી સરળતાપૂર્વક તું સમજી શકીશ.
બ્રહ્મપુર નામનું નગર હતું.
કુશધ્વજ નામનો રાજા હતો અને એ રાજાની ચાર રાણીઓ હતી: કમલુકા, તારાવલી, ચિત્રાવલી અને ગોદાવરી. રાજા એ ચાર અગ્ર મહિષીઓની સાથે, છૂત-ક્રીડા કરી રહ્યો હતો.
મનુષ્યના જીવનમાં રોજિંદા કોઈને કોઈ આઘાત-પ્રત્યાઘાત આવ્યાં કરતાં હોય છે. સવશે સુખી તો કોઈ મનોજય કરનારા યોગી પુરુષો હશે. રાજા કુશધ્વજ એ બધા આઘાત-પ્રત્યાઘાતોને રમવામાં, ખેલવામાં.... શેતરંજ કે ઘોડેસવારીમાં ભૂલી જતો. બીજે દિવસે તે હતો એવો તાજો થઈ જતો.
ત્યાં રંગમાં ભંગ પડ્યો.
એક સૈનિક એક ચોરને દોરડાથી બાંધીને, ત્યાં લઈ આવ્યો. એ ચોરના શરીર પર ચાબુકના ઘા વાગેલાં હતાં. તેને મજબૂત રીતે બાંધેલો હતો. સૈનિકે મહારાજાને કહ્યું:
“હે મહારાજા, આ ચોર છે. પરદ્રવ્યની ચોરી કરતાં આ પકડાયો છે....”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪
For Private And Personal Use Only