________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘ભગવંત, ઘણા સમયથી એક પ્રશ્ન મારા મનને મૂંઝવે છે... આપની આજ્ઞા હોય
તો પૂછું.’
‘પૂછી શકો છો, સાર્થવાહ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ભગવંત, કેટલાક મનુષ્યો હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે... વ્યભિચારી છે... કષાયી છે... અનેક પાપક્રિયાઓમાં પ્રવૃત્ત છે, ધર્મવિરુદ્ધ આચરણ કરનારા છે, છતાં તેઓને ઇષ્ટ-પ્રિય પદાર્થોની પ્રાપ્તિ થતી જોઉં છું. વિશાળ ભોગસુખો ભોગવતા જોઉં છું અને દીર્ઘ આયુષ્ય ભોગવતા જોઉં છું. જ્યારે બીજા કેટલાક જીવો એટલાં બધાં પાપ નથી કરતા, મામૂલી પાપ કરતા હોય છે, છતાં તેઓને નિર્ધન બનતા, અને અપયશ પામતા જોઉં છું - આમ કેમ?’
શ્રી સમરાદિત્ય બોલ્યા:
‘મહાનુભાવ, તારો પ્રશ્ન સુયોગ્ય છે. એનો ઉત્તર એકાગ્ર ચિત્તે સાંભળજે. કર્મપરિણતિની વિચિત્રતા જ આમાં મુખ્ય કારણ છે. જે જીવો તુચ્છ હોય છે, દુર્ગતિગામી હોય છે, ભવાભિનંદી હોય છે, આત્મકલ્યાણના માર્ગથી વિમુખ હોય છે, તેવા જીવોને પૂર્વજન્મોમાં ઉપાર્જિત ‘પાપાનુબંધી પુણ્ય' ઉદય થવાથી ઇષ્ટ અને પ્રિય પદાર્થોની પ્રાપ્તિ થાય છે. એ પદાર્થોના ભોગોપભોગથી એ જીવો નવાં પાપકર્મ બાંધે છે અને મરીને દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
૧૪
હે સાર્થવાહ, જે જીવો સંસાર પ્રત્યે વૈરાગી હોય છે, પાપોથી પરાર્મુખ હોય છે, સદ્ગતિગામી હોય છે. ધર્મ પ્રત્યે આદરવાળા હોય છે, અને જેઓ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા હોય છે, એ જીવોને, ઇષ્ટ ધર્મસામગ્રીની પ્રાપ્તિ થાય છે. એ ધર્મસામગ્રી દ્વારા એ જીવો પુણ્યાનુબંધી પુણ્યને બાંધે છે. અને સદ્ગતિમાં જાય છે. પરંપરાએ તેઓ મુક્તિનાં સુખ પામે છે...’
હે મહાનુભાવ, આવા ઉત્તમ આત્માઓને આ વર્તમાન જીવનમાં પુણ્યકર્મનો ઉદય ન હોવાથી ભૌતિક સુખો નથી મળતાં, છતાં તેઓ ઉદ્વિગ્ન નથી બનતાં, સંતાપ નથી કરતાં. તેઓ એમ સમજે છે કે ‘આપણને ધર્મપુરુષાર્થ કરવાનો સારો અવસર મળ્યો... વધુ ને વધુ ધર્મપુરુષાર્થ કરી લઈએ.’
અશોકચંદ્રે હર્ષિત-પુલકિત વદને કહ્યું: ‘હે ભગવંત, આપે મારા મનનું સમાધાન કર્યું. મારા પર પરમ કૃપા કરી, હે ભગવંત, આપે અયોધ્યામાં પધારીને, મારા જેવા અનેક પામર જીવોનો ઉદ્ધાર કર્યો છે. હે ભગવંત, હું સર્વવિરતિમય સાધુજીવન તો સ્વીકારી શકવા સમર્થ નથી, પરંતુ પાંચ અણુવ્રત, મને આપવા કૃપા કરો.’
ભગવાન સમરાદિત્યે અશોકચંદ્ર સાર્થવાહને અણુવ્રત આપ્યાં. તે પ્રસન્નચિત્તે સ્વસ્થાને ગયો.
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ નવમો