________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસનપ્રભાવના શરૂ થઈ. ઉછરંગ સાથે ભવ્ય શાસન-ઉદ્યોત થવા લાગ્યો.
અનેક પંડિતો શાસ્ત્રાર્થ અને વાદવિવાદથી દિશાઓ ગજવતાં ત્યાં એકત્રિત થયાં. બુદ્ધિશાળી અને ચતુર સાધુપુરુષોથી ઉપાશ્રય ભરાઈ ગયો હતો. કેટલાક વાણી ચતુર સાધુઓ સવારથી સાંજ સુધી પરસ્પર શાસ્ત્રાર્થ કરી રહ્યાં હતાં. કેટલાક સાધુઓ સ્વદર્શન-પરદર્શનના અધ્યયનમાં નિરત હતા. કેટલાક સાધુઓ યોગ અને અધ્યાત્મની સાધનામાં લીન હતાં.
સાધુઓ પાસે ન હતું દ્રવ્ય કે ન હતી સત્તા, પરંતુ તેઓ પાસે હતી વિદ્યા, જ્ઞાન શ્રત. તેના કારણે તેઓ માનથી, પ્રતિષ્ઠાથી અને સન્માનથી સર્વત્ર વિહરી શકતાં હતાં, સર્વત્ર અહિંસાપ્રધાન જિનધર્મની પ્રભાવના કરી શક્તા હતાં. પ્રજામાં એમનું માન, એક રાજા કરતાં જરાય ઓછું નહોતું. બલ્ક વધારે હતું.
ધારાનગરીમાં સ્થળે સ્થળે નવનવા પ્રકારના ધર્મોત્સવો ચાલુ થઈ ગયાં હતા. કળા અને સૌન્દર્યભર્યા મંદિરની રચના શરૂ થઈ ગઈ હતી. સાધુપુરુષોની અપૂર્વ પૂજા-ભક્તિ શરૂ થઈ ગઈ હતી.
રાજસભામાં પણ વાત પહોંચી: “નગરના ઉપાશ્રયમાં અવધિજ્ઞાની સમરાદિત્ય મહાત્મા પધાર્યા છે. સાથે સેંકડો સાધુપુરુષો છે. જાણે કે ઉપાશ્રયમાં જ્ઞાન અને ચારિત્રની સાધનાનો યજ્ઞ મંડાયો છે.”
મહારાજા પ્રદ્યોતને કહ્યું: “હું પરિવાર સાથે મહાત્મા સમરાદિત્યનાં દર્શન કરવા જઈશ... અને તેઓને રાજસભામાં પધારવા વિનંતી કરીશ. રાજસભા પણ તેઓના તત્ત્વબોધને સાંભળીને, પાવન બને.' સભાસદોએ મહારાજાની જય બોલીને, રાજાની વાતને સમર્થન આપ્યું.
મહારાજા પ્રદ્યોતને ખબર હતી કે ઉજ્જૈનના સમગ્ર રાજપરિવારે ગૃહત્યાગ કર્યો હતો. સમરાદિય ઉજ્જૈનીના યુવરાજ હતાં. એ સંબંધની દૃષ્ટિએ પણ તેઓ સમરાદિત્યનાં દર્શન કરવા તત્પર થયાં હતાં.
૦ ૦ ૦ સંસારની અસારતા અને મુક્તિના રહસ્યને સમજનાર મહાન સમુરાદિત્ય, માત્ર એક શિષ્ય સાથે, સ્વસ્થ ચિત્તે અને પ્રસન્ન મુખમુદ્રાએ, રાજ સભામાં આગળ વધતાં હતાં. તેમનું વિશાળ લલાટ તેજપ્રભા વહાવતું હતું. આંખોમાં અખંડ જ્યોતિ ભરી હતી. કપાળ પર ભવ ભૂલેલાનું કલ્યાણ કરનારી ભવ્યતા હતી. તેઓ સશક્ત હતા. પાંચ ઇન્દ્રિયો અક્ષત હતી. જાણે કોઈ મહર્ષિ દેવલોકમાંથી પૃથ્વી પર સદેહે આવી રહ્યાં હોય, તેવો ભાસ થતો હતો!
રાજાએ બહુમાનપૂર્વક સ્વાગત કર્યું. રાજસિંહાસનની પાસે જ રાજસિંહાસનથી કંઈક ઊંચા કાષ્ઠના સિંહાસન પર
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪33
For Private And Personal Use Only