________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તને ગમતું ભોજન મળશે, માટે તું કહે, તને કેવું ભોજન ગમે છે?” ચોરે ગમતું ભોજન બતાવ્યું. એ પ્રમાણે એને ભોજન આપવામાં આવ્યું. દ્રાક્ષારસનું પાન કરાવવામાં આવ્યું. દિવ્ય આભૂષણો પહેરાવવામાં આવ્યાં. આ રીતે તારાવલી રાણીએ એક દિવસમાં એ ચોર માટે એક લાખ રૂપિયાનો ખર્ચ કરી, ચોરના મનોરથ પૂર્ણ પ્રયત્ન કર્યો.
ચોથા દિવસે એ ચોર પટ્ટરાણી કમલુકાને સોંપવામાં આવ્યો. કમલુકાના મુખ પર ઉદાસીનતા હતી. રાજાએ કમલુકાને ઉદાસીન જોઈ. રાજાએ પૂછ્યું: “કેમ તારે આ ચોરના મનોરથ પૂર્ણ નથી કરવા?
રાણીએ કહ્યું: “હે નાથ, મારી બહેનોએ આને જે દાન આપ્યું છે, એનાથી વધારે દાન આપવા યોગ્ય વૈભવ મારી પાસે નથી...”
રાજાએ કહ્યું: ‘દેવી, આ સમગ્ર જીવલોકમાં મારા માટે સારભૂત હોય તો તું છે. મારા પ્રાણો પણ તને આધીન છે... તો પણ તું નથી', એમ કહે છે?”
કમલકાએ કહ્યું: “હે મારા નાથ, આપે મારા પર મહાન કૃપા કરી. જો આપની એવી જ ઇચ્છા હોય તો હું આને કંઈક આપું?'
અવશ્ય, આપણે દેવી.” રાજાએ અનુમતિ આપી. રાણીએ ચોરની સામે જોઈને કહ્યું: “હે ભદ્ર, તેં ચોરીનું પાપ કર્યું, એ પાપનું ફળ આ ભવમાં તો જોયું ને? તને મહારાજાએ વધની સજા કરી છે...'
“હે મહાદેવી, મેં ચોરીના પાપનું ફળ બરાબર જોયું... મને ઘણો પશ્ચાત્તાપ થાય છે. હે દેવી, હું જીવનપર્યત આવું અકાય નહીં કરવાની પ્રતિજ્ઞા લઉં છું...”
“હે મહાનુભાવ, જો તું જીવનપર્યત ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લે છે, તો હું તને “અભય” આપું છું.”
રાજાએ રાણીને કહ્યું: ‘દેવી, તમે આ પુરુષને શ્રેષ્ઠ દાન આપ્યું, સર્વ દાનોમાં શ્રેષ્ઠ દાન છે અભયદાન.”
કમલુકા રાણી રાજી થઈ. ચોર રાજી થયો. રાજા પણ રાજી થયો, પરંતુ ત્રણ રાણીઓ હસવા લાગી. કમલકાએ કહ્યું: ‘તમે ત્રણ એટલા માટે હસો છો કે તમે દશ હજાર, વીશ હજાર અને લાખ રૂપિયાનો ખર્ચ આ પુરુષ માટે કર્યો. અને એક પૈસાનો પણ ખર્ચ ના કર્યો. પરંતુ તમે એ ચોરને જ પૂછો કે સહુથી શ્રેષ્ઠદાન કોણે
આપ્યું?'
ચોર બોલ્યો: “હે માતાતુલ્ય મહારાણીઓ, હું મૃત્યુના ભયથી ભયભીત હતો. અને તેથી પહેલી બીજી અને ત્રીજી રાણીએ મારા માટે શું શું કર્યું.... શું શું મને આપ્યું. તેનો મને જરાય ખ્યાલ રહ્યો નથી. પરંતુ ચોથાં રાણીજીએ મને “અભય” આપીને, મૃત્યુના ભયથી મુક્ત કર્યો છે, તેથી હું સંપૂર્ણ સુખી અને સંતુષ્ટ થયો છું...'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૩૧
For Private And Personal Use Only