________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૂતરાની પૂંછડી જેવું કુટિલ છે યૌવન. તેને નાશ પામતાં વાર નથી લાગતી. યૌવનમાં રૂપસુંદરીઓને પરવશ બનનારા મૂઢ બુદ્ધિવાળા જીવો, વિષ્પોની કટુતા અને કષ્ટપૂર્ણ એનાં પરિણામોને કેમ સમજી શકતા નથી? ભારે આશ્ચર્યની વાત છે!”
કેવો ઉપાલંભ! હૈયાને આરપાર વીંધી નાખે તેવી એમની વાણી. ખરી વાત છે એમની કે –
જે જીવો જરાથી શક્તિહીન બની ગયાં હોય છે, ક્ષીણ દેહવાળા બની ગયાં હોય છે. તેમનું મન પણ કુત્સિત કામ-વિકારોને તજતું નથી... કેવી શરમજનક વાત છે!”
સાચી તદ્દન સાચી વાત છે તમારી.. એવા વૃદ્ધ શ્રેષ્ઠિઓને અને મહારાજાઓને સોનાનાં પોટલાં લઈને, મારી હવેલીમાં આવેલાં મેં જોયા છે... મને જોઈને... મારા મોહમાં મૂઢ બની.... મુખમાંથી લાળ પાડતા, મેં જોયા છે.” સમરાદિત્યની દિવ્ય વાણી વહેતી જાય છે.
“હે મહાનુભાવો, અનુત્તર દેવલોકના દેનાં દિવ્ય સુખ પણ કાળે કરીને, નષ્ટ થઈ જાય છે. તો પછી આ પાર્થિવ સંસારની કઈ વસ્તુ સ્થિર હોઈ શકે? તમે બુદ્ધિમાન છો, પૂર્ણ વિચાર કરો.”
તો શું આ મારો સ્વર્ગસમો વૈભવ નાશ પામશે? હું રસ્તે રઝળતી ત્યક્તા, ઉપેક્ષિતા નારી બની જઈશ? ના, ના, મુનિરાજ, હું તમારા શરણે આવીશ. તમે જ મારા ઉદ્ધારક બનજો...” ચિંતામણિનું ચિત્ત વ્યથિત થઈ ગયું... ત્યાં મુનિવરની દિવ્ય મુખાકૃતિ એની કલ્પનામાં સાકાર થઈ... જાણે એ મહર્ષિ એને જ કહી રહ્યાં હતાં:
જેમની સાથે રમ્યા, જેમની સાથે પ્રેમની રમ્ય વાતો કરી, જેમનાં વખાણ કર્યાં.. તેઓને ભડભડતી ચિતામાં ભસ્મ થઈ ગયેલા જોઈને... કોઈ દર્દભર્યો વિચાર આવે છે? નહીં, આપણે સુખચેનથી વર્તીએ છીએ. કેવું આશ્ચર્ય! ધિક્કાર હો મનુષ્યના આવા પ્રમાદને!'
શું મારા હૃદયેશ્વર, તમે મને ધિક્કારી? હું ખરેખર, ધિક્કારપાત્ર છું. મેં મારી સગી આંખોએ મારી માતાના દેહને, દુષ્ટ દુશ્મનો દ્વારા પહેલાં ભોગવાતો જોયો છે... પછી એના ટુકડા થતાં જોયાં છે. ને ત્યારે મારી આંખોમાંથી આંસુ... વ્યથા... અને વેદના વરસી હતી.. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા. વર્ષો વીત્યાં.. હું એ બધું ભૂલી ગઈ. અને રંગરાગમાં તથા ભોગવિલાસમાં બધું ભૂલી ગઈ.. ધિક્કાર હો મારી જાતને.. હે યોગી, સાચે જ હું મૂઢ બની ગઈ છું.. આપ બોલો... આપનો એક એક શબ્દ અમૃત છે મારા માટે
સમુદ્રના તરંગોની જેમ બધા સજીવ-નિર્જીવ પદાર્થો જન્મે છે ને વિલય પામે છે. ધનના અને સ્વજનોના સંયોગ, ઇન્દ્રજાળ જેવા છે. એ ઇન્દ્રજાળમાં મૂઢ જીવો બંધાઈ જાય છે...” “હે નાથ, હે હૃદયેશ્વર, ખરેખર, ધન-સ્વજનોના સંયોગ ઇન્દ્રજાળ જેવા જ છે.
ભાગ-૩ * ભવ નવમો
1939
For Private And Personal Use Only