________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૮HI
આ ધારાનગરીનું બાહ્ય ઉદ્યાન હતું, ઉદ્યાનની ચારે બાજુ અશોક, આમ્ર, બદામ, સરું અને કદંબનાં ઘટાધર વૃક્ષો હતાં. મધ્ય ભાગમાં નિશીગંધા અને ગુલાબના ક્યારા રચીને, વાતાવરણ સુગંધિત બનાવવામાં આવ્યું હતું. ઠેર ઠેર નાની નાની ગુફાઓ બનાવી, એમાં હરણ, સસલાં વગેરે સુંદર જનાવરો પાળવામાં આવ્યાં હતાં. લતાકુંજોમાં મેના-પોપટનાં પિંજરા ટાંગવામાં આવ્યાં હતાં.
એક ગુફા ખાલી હતી. મહામુનીશ્વર સમરાદિત્ય એ ખાલી ગુફામાં આજે ધ્યાનસ્થ બન્યાં હતાં. ગુફાના દ્વાર પર મુનિ અશોક ઉત્તર સાધક બનીને, બેઠાં હતાં. કોઈ મનુષ્ય કે કોઈ પશુ, મહામુનીશ્વરની સાધનામાં ભંગ ના કરે, તે માટે તેઓ જાગ્રત હતાં. આજે બે પ્રહર સુધી ધ્યાન કરવાનું હતું. એટલે કે સૂર્યોદયથી છ કલાક સુધી ધ્યાનલીન બનીને, કાયોત્સર્ગ કરવાનો હતો.
આ રીતે મહામુનીશ્વર સમરાદિત્ય, યોગ્ય ક્ષેત્ર અને યોગ્ય કાળ મળતાં એકાંત સ્થાનોમાં ધ્યાન કરતાં. ક્યારેક આવાં ઉદ્યાનોમાં તો ક્યારેક ગિરિગુફાઓમાં, ક્યારેક સ્મશાનભૂમિ પર તો ક્યારેક શૂન્ય ઘરમાં તેઓ મુનિ અશોક સાથે કે મુનિ લલિતાંગ સાથે ઊપડી જતાં. મુનિસમુદાયની જવાબદારી મુનિ મોહજિત ઉપાડી લેતાં. મુનિસમુદાય મુનિ મોહજિત પ્રત્યે આદરભાવ ધરાવતો હતો. એમની આજ્ઞાનું પાલન કરતો હતો. એટલે મુનીશ્વર સમરાદિત્ય નિશ્ચિત બનીને, ધ્યાન-સાધના કરી શકતા હતાં.
ચિંતામણિ પલંગ પર બેઠી હતી. રત્નગોખમાં દીપક બળી રહ્યો હતો. આજે ચિંતામણિને નિદ્રા આવતી ન હતી. એ પલંગમાંથી ઊભી થઈ. ગવાક્ષમાં જઈને ઊભી રહી. મધરાત થયેલી હતી. આકાશની ચાંદની પોતાની સુધા, ચિંતામણિના રૂપ-લાવણ્યભર્યા દેહ પર છાંટી રહી હતી.
ચિંતામણિના કાને હજુ પણ રાજસભામાં સાંભળેલી મહામુનીશ્વરની વાણીના શબ્દો અથડાતાં હતાં..
હે આત્મનું, વૈષયિક સખો કેવા ક્ષણભંગુર છે! જરા શાંતચિત્તે વિચારી લે, હાથતાળી આપીને, જોતજોતામાં એ સુખો જતાં રહે છે... આ સંસારની માયા વીજળીના ઝબકારા જેવી છે.'
કેવો ગંભીર ધ્વનિ! કેવી નિશ્ચલ નિર્મળ દૃષ્ટિ! વાણી ગંગાપ્રવાહ આગળ ધસે
છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪3ય
For Private And Personal Use Only