________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાની ઉંમરના મુનિ આવ્યા ને પૂછ્યું: ‘દેવીજી, તમારે કોનું કામ છે? મહામુનીશ્વર ગુરુદેવ સમરાદિત્યનાં દર્શન કરવા અમે આવ્યાં છીએ.” ‘તેઓ મુકામમાં નથી દેવજી.”
ક્યાં મળશે?” નગરના બાહ્ય ઉદ્યાનમાં તેઓ ધ્યાન માટે ગયા છે.' પાછા ક્યારે પધારશે?' ત્રીજા પ્રહરના પ્રારંભે.'
બાલ મુનિવર, મત્યેણ વંદામિ.' નયનાએ બે હાથ ઊંડી વંદના કરી અને રથમાં જઈને બેઠી. તેણે ચિંતામણિને વાત કરી. “સાજનસિંહ, રથને નગરની બહાર ઉદ્યાનમાં લઈ ચાલો.' રથ ઊપડ્યો.
નગરની બહાર ઉઘાનના દ્વારે જઈને ઊભો. ચિંતામણિ અને નયના રથમાંથી ઊતરી પડ્યાં. બંનેએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. દિવસનો પહેલો પ્રહર વીતી ગયો હતો. બીજા પ્રહરનો પ્રારંભ થયો હતો. બંને સખીઓ ઉદ્યાનમાં ધીરે ધીરે આગળ વધી રહી હતી. ‘દેવી, જરૂર તેઓ કોઈ ગુફામાં ધ્યાન કરતાં હશે.' નયનાએ સાચું અનુમાન કર્યું.
આપણે ગુફાઓ તરફ જઈએ.” બંને સખીઓ ગુફાઓ તરફ ચાલી. બંને મૌન હતી. નયનાના મનમાં જિજ્ઞાસા હતી. ચિંતામણિનું ચિત્ત સમરાદિત્યમાં રમતું હતું.
દૂરથી અશોકમુનિએ આ બે સ્ત્રીઓને, ચાલી આવતી જોઈ. તેઓ સાવધાન થઈ ગયાં. બે સ્ત્રીઓએ પણ અશોકમુનિને જોયા. અશોકમુનિએ વિચાર્યું. “તેઓ સાથે અહીં ગુફાને હારે વાત કરવી ઉચિત નથી. હું એમની પાસે જઈને, દૂર વાત કરી આવું, તો ઉચિત રહેશે.
અશોકમુનિ ચાલીને થોડે દૂર એક વૃક્ષની નીચે ઊભાં રહ્યાં, બે સ્ત્રીઓ પણ ત્યાં પહોંચી. અશોકમુનિને નમસ્કાર કરીને, નયનાએ પૂછ્યું: “હે મુનિવર, અમને મહર્ષિ સમરાદિત્યનાં દર્શન ક્યારે થશે?” “હે સુશીલે, મહર્ષિનાં દર્શન બીજો પ્રહર પૂર્ણ થતાં થઈ શકશે.' “શું આપ અને મહર્ષિ અહીં રોકાવાના છો કે ઉપાશ્રયે પધારવાના છો?”
દેવી, અમે ઉપાશ્રયે જવાના છીએ, પરંતુ ધ્યાન પૂર્ણ થયા પછી, ગુફાના દ્વારે જ તમે તેઓને મળી શકશો.” *
“આપનો અત્યંત આભાર મુનિવર.' ચિંતામણિ બોલી ગઈ...
૧૪3
ભાગ-૩ જ ભવ નવમો
For Private And Personal Use Only