________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુરુદેવ સમરાદિત્યને બિરાજમાન થવાની વિનંતી કરી. ગુરુદેવ કાષ્ટાસન પર બેઠા, ત્યારબાદ મહારાજાએ તેમને વંદના કરીને કહ્યું:
‘પ્રિય સભાજનો, ધારાનગરીનું સૌભાગ્ય છે કે આવા મહાન જ્ઞાની-સંયમી અને તપસ્વી ગુરુદેવ અહીં પધાર્યા છે. તમે સહુ જાણતા હશો કે આ ગુરુદેવ, પૂર્વાવસ્થામાં ઉજ્જૈનીના યુવરાજ હતાં.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાંભળતાં જ, રાજસભામાં નૃત્ય કરવા સજ્જ થઈને બેઠેલી, નૃત્યાંગના ચિંતામણિ ચોંકી ઊઠી... એણે સમરાદિત્ય સામે જોયું... એ જેમને મળવાં. ઘણાં વર્ષોથી આતુર હતી... એ મહાપુરુષને એણે સામે જ બેઠેલા જોયાં... ‘ઓહો! આ એ જ યુવાન છે... આ એ જ કલાસમ્રાટ છે... જે મારે ત્યાં આવેલો... અને મેં મન ભરીને, એની સમક્ષ નૃત્ય કરેલું.'
રાજસભામાં ચિંતામણિના પગનાં ઝાંઝર અને હાથનાં કંકણ રણઝણી ઊઠ્યાં. મૃદંગ પર થાપ પડી... ને ચિંતામણિનું નૃત્ય આરંભાઈ ગયું.
ચિંતામણિનાં પગલામાં લય અને તાલ બજતા હતા. સિતારના તાર વધુ રણઝણ્યા. ચિંતામણિએ આકાશમાં લહેરાતી વાદળીની જેમ દેહને વીંઝ્યો... મસ્તીભરી અદાથી પગનો તાલ આપ્યો, સૂરનો મેળ સાધ્યો... અને ધૂધરા રણઝણ્યાં. વાતાવરણ સૂર અને સૌન્દર્યથી તરબોળ બની ગયું...
મહાત્મા સમરાદિત્યે પોતાની પાંચે ઇન્દ્રિયો અને મનને આત્માના અનંત પ્રદેશમાં નિશ્ચલ કરી દીધાં હતાં. ન તો તેઓ નૃત્ય જોતાં હતાં, ન ગીત સાંભળતા હતા. પરંતુ ચિંતામણિની દૃષ્ટિ તો વારંવાર એ પરમપ્રિય મહાપુરુષ તરફ જતી હતી. દૃષ્ટિ સાથે દૃષ્ટિ મેળવવા, તે અતિ આતુર હતી.
નૃત્ય બંધ થયું.
નર્તકી સમરાદિત્યની સામે આવી, નતમસ્તકે ઊભી રહી... ને બોલી: ‘ભંતે!, વૈવામિ !'
૧૪૩૪
મહાપુરુષનો ગંભીર નાદ સંભળાયો: ‘ઘર્મનાભોઽસ્તુ!'
‘ભંતે આ પામર સ્ત્રીને પાવન કરવા એક દૃષ્ટિની કૃપા કરો...'
અને સમરાદિત્ય મહર્ષિની દિવ્ય કરુણાભરી દષ્ટિ ચિંતામણિની દૃષ્ટિને મળી... ચિંતામણિની આંખોમાંથી અશ્રુ દ્વારા પાપો વહી જવા લાગ્યાં.
For Private And Personal Use Only
ભાગ-૩ ભવ નવમો