________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને વધસ્થાને લઈ જઈ, મારી નાખો!” રાજાએ ગુસ્સાથી કહ્યું.
જેવી આપની આજ્ઞા.” સનિકે ચોરને કહ્યું : “ચાલો વધસ્થાને... ત્યાં તારા સો વર્ષ પૂરાં થઈ જશે!'
ચોર કંપી ઊઠ્યો. મૃત્યુના ભયથી થરથરી ગયો. તેણે દીન દૃષ્ટિથી રાજા સામે જોયું, પછી ત્યાં બેઠેલી રાણીઓ સામે જોયું. ચોર રડવા લાગ્યો. રાજાએ પૂછ્યું: “તેં અપરાધ કરેલો છે, હવે કેમ રડે છે?”
“મહારાજ, હું અભાગી છું. મનના મનોરથ મનમાં રહી ગયાં, ને હવે મરી જવાનો સમય આવ્યોચોરી પણ ના કરી શક્યો અને સુખો પણ ના ભોગવી શક્યો.'
ચોરની દીનતાભરી વાણી સાંભળીને, ચારે રાણીઓનાં મન દ્રવિત થઈ ગયાં. રાણીઓએ રાજાને કહ્યું: “હે સ્વામીનાથ, અમારી પ્રાર્થના છે કે આ પુરુષના મનોરથ અપૂર્ણ છે, એને અત્યારે મારી ના નાખો. જો આપ અમને ચારને અનુમતિ આપો તો અમે આ પુરુષના થોડા મનોરથ પૂર્ણ કરીએ. પછી આપની ઇચ્છા મુજબ એ પુરુષનું જે કરવું હોય તે કરજો.' રાણી કમલુકાની વાત રાજા ક્યારેય પણ ટાળતો ન હતો. કમલુકા પટ્ટરાણી હતી અને રાજાને અતિ પ્રિય હતી. રાજાએ કહ્યું: “ભલે, તમે એના મનોરથ પૂર્ણ કરો, પછી એનો વધ કરાવીશ.”
સૈનિકે ચોરનાં બંધન ખોલી નાખ્યાં. કમલકાએ કહ્યું: “સર્વપ્રથમ ગોદાવરી આ પુરુષના મનોરથ પૂર્ણ કરશે.”
ગોદાવરી રાણી પોતાની બે દાસીઓ દ્વારા પોતાના ખંડમાં, એ પુરુષને લઈ ગઈ. તેણે દાસીઓ પાસે સહસંપાક તેલ મંગાવ્યું. બે સેવકો દ્વારા સ્નાનગૃહમાં મોકલીને, તેલની માલિશ કરાવી. ત્યાર પછી સુગંધી જલથી સ્નાન કરાવડાવ્યું. ત્યાર બાદ તેને મૂલ્યવાન બે રેશમી વસ્ત્ર આપ્યાં. ચોરે એ રેશમી વસ્ત્ર ધારણ કર્યો. ત્યારબાદ રાણીએ પોતાની દાસીઓ દ્વારા ઉત્તમ ભોજન કરાવ્યું... આ રીતે એ ચોરની પાછળ ગોદાવરી રાણીએ દશ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો.
બીજા દિવસે ચોર ચિત્રાવલી રાણીને સોંપવામાં આવ્યું. ચિત્રાવલીએ એ ચોરને સ્નાનાદિ કરાવડાવ્યાં. ઉત્તમ વસ્ત્ર આપ્યાં. મીઠાં મધુર પીણાં પાયાં. સ્વાદિષ્ટ ભોજન કરાવ્યાં. કેસર-કસ્તુરી આદિના મિશ્રણથી એના શરીર પર વિલેપન કરાવડાવ્યું. એને સોનાનો કંદોરો આપ્યો. આ રીતે એક દિવસમાં રાણીએ વીશ હજાર રૂપિયાનો ખર્ચ કરી, એ ચોરના મનોરથ પૂર્ણ કર્યો.
ત્રીજા દિવસે એ ચોર રાણી તારાવલીને સોંપવામાં આવ્યો, તારાવલીને ત્યાં સ્નાન, અભંગન આદિ કરાવવામાં આવ્યું, ઉત્તમ વસ્ત્ર અને અલંકાર આપવામાં આવ્યાં. ત્યાર પછી તારાવલીએ ચોરને પૂછ્યું:
1930
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only