________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રી અને પુરુષનું સંભોગ-કર્મ, તે મૈથુન કહેવાય. એ મૈથુન ક્રિયાથી વિરામ પામવાનું છે. એનો ત્યાગ કરવાનો છે.
પાંચમું વ્રત છે, પરિગ્રહ વિરતિ.
તીર્થંકરોએ નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ બતાવેલો છે: ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ આ નવવિધ પરિગ્રહનો ત્યાગ કરી, આપણે શ્રમણ બન્યા. હવે આપણે આપણા શરીર ઉપર અને ધર્મોપકરણો પર પણ મમત્વ રાખવાનું નથી. વાસ્તવમાં, મમત્વ જ પરિગ્રહ છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં આપણે મૂર્છા નથી રાખવાની. મૂર્છાથી આપણા પ્રશમસુખનો નાશ થાય છે. પ્રસન્નતા નષ્ટ થાય છે. આપણે તો મૂÁરહિત બની, અનુપમ પ્રશમસુખનો અનુભવ કરવાનો છે.
ધર્મની સાધના માટે ઉપયોગી વસ્ત્ર, પાત્ર વગેરે રાખવા છતાં, પણ મુનિ પરિગ્રહી નથી બનતો. નિર્મમ અને અનાસક્ત મુનિ, શરીરધારી હોવા છતાં પણ પરિગ્રહી નથી બનતો, તેવી રીતે વસ્ત્રાદિ ધારણ કરવા છતાં નિર્મમ અને અનાસક્ત હોવાથી પરિગ્રહી નથી બનતો.
હે મુનિવરો, આ પાંચ મહાવ્રત છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં પાંચ મહાવ્રત હોય છે. વચ્ચેના ૨૨ તીર્થંકરોના શાસનમાં ચાર મહાવ્રત હોય છે.
આ વ્રતો, સર્વ જીવવિષયક હોવાથી ‘મહાવ્રત' કહેવાય છે. પહેલા મહાવ્રતમાં સર્વ જીવોનો સમાવેશ થયેલો છે, બીજા અને છેલ્લા મહાવ્રતમાં સર્વ દ્રવ્યોનો સમાવેશ થયેલો છે.
આ રીતે પાંચ મહાવ્રતો સમજાવ્યાં. હવે ૧૦ પ્રકારનો શ્રમણધર્મ બતાવું છું: * પહેલો શ્રમણધર્મ છે ક્ષાન્તિઃ ક્ષાન્તિ એટલે ક્ષમા. તમારામાં શક્તિ હોય કે અશક્તિ, તમારા પર કોઈ શાબ્દિક કે શારીરિક આક્રમણ કરે, ત્યારે તમારે ક્રોધ નહીં કરવાનો. તમારે સમતાભાવે સહન કરવાનું. આ છે પહેલો શ્રમણધર્મ.
♦ બીજો શ્રમણધર્મ છે માર્દવ: માર્દવ એટલે નમ્રતા, મૃદુતા તમારા વિચારોમાં અને વ્યવહારમાં નમ્રતા જોઈએ. મૃદુતા જોઈએ.
ત્રીજો શ્રમણધર્મ છે આર્જવ: આર્જવ એટલે સરળતા. મન-વચન-કાયાથી માયા નહીં કરવાની, તમારા વિચારોમાં સરળતા જોઈએ. તમારી વાણી સરળ જોઈએ. તમારી કાયિકક્રિયાઓમાં સરળતા જોઈએ.
* ચોથો શ્રમણધર્મ છે મુક્તિ: મુક્તિ એટલે લોભથી મુક્તિ. બાહ્ય પદાર્થોમાં કે આંતરિક ભાવોમાં તૃષ્ણા નહીં રાખવાની, આસક્તિ કે મૂર્છા નહીં રાખવાની.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૪૧૯