________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા, તેને દર્શન કહેવાય છે. “આ તત્ત્વો આ જ રૂપે છે.' એવી શ્રદ્ધા જોઈએ.
જ્ઞાન-શ્રદ્ધાપૂર્વક સર્વ પાપપ્રવૃત્તિઓનો ત્યાગ, તેને ચારિત્ર કહેવાય છે. ચારિત્ર બે પ્રકારે હોય છે, દેશચારિત્ર અને સર્વચારિત્ર.
હે શ્રમણો, હવે તમને બાર પ્રકારનો તપ બતાવું છું. છ પ્રકારનો બાહ્ય તપ છે: અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા, આ બાહ્ય તપ
પ્રાયશ્ચિત્ત, ધ્યાન, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ અને કાયોત્સર્ગ - આ અત્યંતર તપ છે.
આ બંને પ્રકારના તપનો આદર કરવો જોઈએ.
હે મુનિવરો, હવે છેલ્લે તમને ચાર કષાયનો ત્યાગ કરવાની વાત કરી, અત્યારે ધર્મચર્ચા બંધ કરીશ.
જેનાથી જીવને સંસારમાં ભટકવું પડે છે, જન્મ-મરણ કરવાં પડે છે, તે “કષાય' કહેવાય છે. મુખ્ય ચાર કષાયો છે - ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારે કષાયો પર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આ કષાયોની સાથે સાથે નવ નોકષાયોનો પણ નિરોધ કરવો જોઈએ. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ – આ નવ નોકષાયો છે.
હે શ્રમણો, આ રીતે તમને “ચરણ સપ્તતિની ૭ વાતો સમજાવી. આ વાતો જીવનમાં જીવવાની છે. જે શ્રમણ આ પ્રમાણે શ્રમણજીવન જીવે છે તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. પરમ સુખ અને પરમાનંદ પામે છે.”
શ્રમણ મોહજિતે કહ્યું: “હે ભગવંત, આપે અમારા પર પરમ અનુગ્રહ કર્યો. અમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. સંયમજીવનની આરાધનામાં ઉત્સાહ વધાર્યો. અમારો પ્રમાદ દૂર કર્યો.'
સહુ મુનિવરોએ વંદના કરી અને પોતપોતાના સ્થાને ગયાં.
૧૪૨૪
ભાગ-૩ જ ભવ નવમો
For Private And Personal Use Only