________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણીના અદ્ભુત નૃત્યને જોઈ રાજાએ કહ્યું: “દેવી, કંઈક માંગો.' મારા દેવ, શું માગું? તમારી કૃપાથી મારે કોઈ વાતની કમી નથી.”
પ્રિયે, કંઈ પણ માગો. કંઈક આપીશ ત્યારે જ મારા મનને શાન્તિ થશે..” રાણીએ ક્ષણભર વિચાર કરીને કહ્યું: “સ્વામીનાથ, કૌમુદીની રાત્રિમાં અંતઃપુર સ્વેચ્છાથી નૃત્યાદિ મહોત્સવ કરે - તે માટે અનુમતિ આપો.'
રાજાએ સહર્ષ અનુમતિ આપી.
કૌમુદી મહોત્સવનો દિવસ આવ્યો. રાજાએ નગરમાં ઘોષણા કરાવી - “આજે સૂર્યાસ્ત પછી કોઈ પણ પુરુષે નગરમાં રહેવાનું નથી. સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી, બધા પુરુષોએ નગરની બહાર રહેવાનું છે. તે છતાં જો કોઈ પુરુષ રાત્રે નગરમાં રહેશે તો રાજા તેને દેહાંતદંડની સજા કરશે.'
પ્રજા જાણતી હતી કે “રાજા ઉગ્ર સજા કરનારા છે એટલે સૂર્યાસ્ત પહેલાં જ પુરુષો નગરની બહાર નીકળી ગયાં. સહુને ખબર પડી ગઈ હતી કે, “આજે રાત્રે અંતઃપુરની રાણીઓ નગરના ચોકમાં આવીને, નગરની સ્ત્રીઓ સાથે નાટારંભ કરવાની છે..” દર્શક હશે માત્ર મહારાજા.”
આ નગરમાં ધનશ્રેષ્ઠિના છ પુત્રો હતાં. યે પુત્રોને દુકાનનું કામ પૂરું કરતાં વાર લાગી. સૂર્યાસ્ત થઈ ગયો. જ્યારે એ છ પુત્રો નગરના દરવાજે પહોંચ્યાં ત્યારે દરવાજા બંધ થઈ ગયાં હતાં. એ છયે પુત્રો ગભરાયાં.
એક ભાઈએ કહ્યું: “શું કરીશ? કોટવાલને કહીને, નગરનો દરવાજો ખોલાવીએ.”
બીજા ભાઈએ કહ્યું: “ના, ના, કોટવાલ તુંડમિજાજી છે. આપણે તો ઘરે ચાલો. ઘરમાં છુપાઈને રહીશું.”
ત્રીજા ભાઈએ કહ્યું: “સાચી વાત છે. મહારાજાને ક્યાંથી ખબર પડવાની છે? આપણી હવેલી મોટી છે.... છુપાઈને રાત પસાર કરી દઈશું...'
છયે ભાઈઓ એમના ઘરે ગયાં, પરંતુ મહોલ્લાની એક વૃદ્ધાએ આ ભાઈઓને ઘરમાં જતાં જોઈ લીધાં. તેઓ ઘરમાં છુપાઈ ગયાં...
રાત્રે નગરના ચોકમાં અંતઃપુરની રાણીઓ, શ્રેષ્ઠ વસ્ત્રાલંકારો પહેરીને આવી ગઈ. નગરની પણ સેંકડો સ્ત્રીઓ સુંદર વસ્ત્ર-અલંકારો ધારણ કરીને આવી હતી. રાતભર નાટારંભ ચાલ્યો. અંતઃપુરની રાણીઓએ ધરાઈને, મહોત્સવ માણ્યો, મધ્યરાત્રિપર્યત મહોત્સવ ચાલ્યો. ત્યારપછી અંતઃપુરની સાથે રાજા રાજમહેલમાં ગયો. રાણી ધારિણી અવારનવાર મહારાજા સામે જોઈ લેતી હતી. એ પૂછવા ઇચ્છતી હતી કે અમારો કૌમુદી ઉત્સવ કેવો લાગ્યો? સ્વામીનાથ?” અને રાજાએ, શયનગૃહમાં પ્રવેશતાં જ રાણીના નૃત્યની પ્રશંસા કરી:
દેવી, આજે કૌમુદી ઉત્સવમાં તેં અદ્દભુત નૃત્ય કર્યું.'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૫
For Private And Personal Use Only