________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* સ્ત્રી-પશુ-નપુંસકથી તથા વિકારોના દર્શનથી, બ્રહ્મચારીના મનમાં વિકારો ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. તેથી બ્રહ્મચર્યને ક્ષતિ પહોંચે, માટે આવા સ્થાનમાં ન રહેવું જોઈએ.
* બીજી ગુપ્તિ છે સ્ત્રીકથાની: સાધુઓએ સ્ત્રીઓની સાથે એકાકીપણે વાતો ના કરવીં. કોઈની સાથે સ્ત્રીવિષયક વાર્તા ના કરવી જોઈએ. સ્ત્રીવિષયક દેશ, જાતિ, કુલ, વેશભૂષા, ભાષા, ગમન, વિલાસ, ગતિ, હાસ્ય કટાક્ષ, પ્રણય, કલહ... આદિ વાતો ન કરવી. શૃંગા૨રસ ભરપૂર સ્ત્રીકથા મુનિઓનાં મનને પણ વિકારી બનાવી શકે છે.
* ત્રીજી ગુપ્તિ છે આસનની: બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે એક આસન પર ન બેસવું જોઈએ. જે જગ્યા પર સ્ત્રી બેઠી હોય તે જગ્યા પર બ્રહ્મચારીએ એક મુહૂર્તકાળ સુધી ન બેસવું જોઈએ.
* ચોથી ગુપ્તિ છે અંગદર્શન-ચિંતનની: બ્રહ્મચારીએ, સ્ત્રીનાં શરીરનાં અંગોનો અપૂર્વ વિસ્મયરસથી અને ચકિત લોચનથી ન જોવાં. તે અંગોપાંગનું ચિંતન પણ ના કરવું.
* પાંચમી ગુપ્તિ છે કુડચંતરની ભીંતની બીજી બાજુએ સ્ત્રી-પુરુષોનો પ્રેમાલાપ થતો હોય ને સંભળાતો હોય તેવી ભીંત પાસે બ્રહ્મચારીએ ન રહેવું, ન સૂવું.
♦ છઠ્ઠી ગુપ્તિ છે પૂર્વક્રીડાનું સ્મરણ: ગૃહસ્થજીવનમાં કરેલો સ્ત્રીસંભોગ, ઘુતાદિરમણ વગેરે યાદ ના કરવું. તે સ્મરણરૂપ ઇંધનથી કામાગ્નિ પ્રજ્વલિત થાય છે.
* સાતમી ગુપ્તિ છે અતિ સ્નિગ્ધ આહાર: બ્રહ્મચારીએ મધુરાદિ રસયુક્ત ભોજન ન કરવું જોઈએ. વીર્યવર્ધક સ્નિગ્ધ રસથી વીર્ય-ધાતુ પુષ્ટ થાય છે, તેથી વેદોદય-વાસના જાગે છે... તેથી જીવ અવિવેકી બની, અબ્રહ્મનું સેવન કરે છે.
* આઠમી ગુપ્તિ છે અતિ આહાર: બ્રહ્મચારીએ સ્નિગ્ધ તો નહીં જ, રૂક્ષ પણ અતિ આહાર ના કરવો. અતિ આહારથી પણ બ્રહ્મચર્યને ક્ષતિ થાય છે. શરીરને પીડા થાય છે.
* નવમી ગુપ્તિ છે શરીરવિભૂષા: શરીરે સ્નાન ન કરવું, વિલેપન ન કરવું, નખ-દાંત વગેરેની શોભા ના કરવી.
હે શ્રમણો, બ્રહ્મચર્યની રક્ષા માટેના, આ બધા ઉપાયો છે.
હે મહાનુભાવો, હવે તમને જ્ઞાન-દર્શન-ચારિત્ર - આ રત્નત્રયીની વાત કહું છું.
* જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન અવબોધને જ્ઞાન કહેવાય છે.
* જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - આ સાત તત્ત્વોની શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૧
For Private And Personal Use Only