________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછળના ભોંયરા દ્વારા ક્ષિપ્રા નદીના પ્રવાહમાં વહાવી દેવામાં આવતાં, આપણી આ રાજસેવાથી, સિંહાસન પર રાજા-મહારાજાઓ નિરાંતે રાજ કરતાં હતાં.
મહાશ્વેતા, મેં આ કામ બંધ કર્યું હતું અને અત્યારે પણ બંધ છે. આમાં મહારાજા પુરુષસિંહની કૃપા છે. તેઓ એક આદર્શ રાજા છે. ક્યારેય તેઓ સુરાને અડવા નથી કે સુંદરી સાથે સહશયન કર્યું નથી. પરંતુ મહાશ્વેતા, આપણે બીજા કામે અહીં આવ્યા છીએ.'
સુંદરી આગળ વધી. એક પથ્થરની કિનાર પર હાથ ફેરવ્યો ને એક નવું દ્વાર નીકળી આવ્યું. એવાં સાત દ્વાર વટાવીને, ત્રણે જણાં એક ઊંડા ભૂમિગૃહમાં જઈને ઊભાં, આ ગૃહોની રચના કરનાર સ્થપતિને ધન્યવાદ આપવાનું મહાશ્વેતાને મન થઈ આવ્યું. બધાં ભૂમિગૃહોમાં ઝાંખો પ્રકાશ અને ઠંડી હવાની લહરીઓ આવી રહી
હતી.
આના સ્થપતિને તું ધન્યવાદ આપે છે, પણ આ જ એનું દુર્ભાગ્ય છે. પછી એ સ્થપતિનાં હાડકાં અહીં જ પડે છે. આ ભૂમિગૃહોનો ભેદ બહાર પ્રગટ ન થાય તે માટે, એને અહીં જ મરવું પડે છે, અથવા જીવનભર અહીં કેદી બની રહેવું પડે છે.”
સુંદરીએ મહાશ્વેતાનો હાથ પકડી રાખ્યો હતો.. હજુ બે ડગલાં આગળ ચાલ્યાં ત્યાં અંદરના ભૂમિગૃહમાંથી ભયંકર ફુત્કાર સંભળાયા.
આ તો સાપના જે કુત્કાર છે.” મહાશ્વેતા ડરી ગઈ.
સાપનો જ ફુકાર છે.' સુંદરીએ કહ્યું. મહાશ્વેતાને પોતાના પડખામાં લઈ, તે આગળ વધી. દિવાલમાં જાડા બિલોરી કાચની નાની બારી હતી, સુંદરીએ મહાશ્વેતાને કહ્યું:
‘આ બારી ખોલીને, અંદર જો...” મહાશ્વેતાએ જોયું ને તેના મુખમાંથી ચીસ નીકળી ગઈ. વિરસેનની મશાલનું અજવાળું કાચ પર પડી રહ્યું હતું. અંદર ઓરડામાં પુરાયેલા, દક્ષિણના જંગલમાંથી આણેલા સાત મોટા નાગ, એ અજવાળાને પકડવા બારીની નીચેની ભીંત ઉપર ફેણ પછાડી રહ્યાં હતાં. એમની લીલીછમ ઝેરી આંખો, ભલભલા મર્દની છાતી તોડી નાખે તેવી ચમકતી હતી.
પાસે પડેલા એક જૂના માટલામાંથી વીરસેન દડા જેવું કંઈ લઈ આવ્યો. સુંદરીએ કાચની શીશી કાઢીને, એના પર કંઈક છાંટ્યું. વીરસેને એ બારી વાટે અંદર ફેંક્યું.
ચીં ચીં ચીં જેવો અવાજ થવા લાગ્યો. બધા સાથે નાગ એ ભક્ષ્ય પર તૂટી પડ્યાં. થોડી વાર એ ઉજાણી ચાલી, પછી બધા નાગ ધીરે ધીરે નિશ્ચેતન બની જમીન પર ઢળી પડ્યા. થોડી વાર સુંદરી વગેરે બહાર ઊભાં રહ્યાં. પછી વિરસેન એક નાનું દ્વાર ખોલી અંદર પેઠો. થોડી વારમાં બહાર આવ્યો... પરંતુ એનો દેખાવ ભયંકર બની ગયો હતો. એના એક હાથમાં સાતે નિર્જીવ સાપ ઊંધા લટકતાં હતાં. ભયંકર શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૯૭
For Private And Personal Use Only