________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૧૨H
રાત્રિના સમયે સુંદરીએ વીરસેન તથા મહાશ્વેતાને ઊઠાડ્યાં. બંને ભરઊંઘમાં હતાં. હમણાંથી સુંદરી, સૂતેલાં દાસ-દાસીઓને ઉઠાડતી ન હતી. જે નાનું-મોટું કામ હોય તે સ્વયં કરી લેતી હતી અથવા બીજા દિવસ પર મુલતવી રાખતી. આવી પોતાની સ્વામિની, અડધી રાતે ઉઠાડે ત્યારે જરૂર કોઈ ઊંડું પ્રયોજન હોવું જોઈએ.
વિરસેન પથારીમાંથી બેબાકળો ઊભો થયો. એણે પડખે પડેલી તલવાર હાથમાં લીધી. તે પળવાર સુંદરી સામે તાકી રહ્યો.
સુંદરીએ કહ્યું: “મશાલ સળગાવ ને મારી સાથે ચાલ.”
મહાશ્વેતા પણ એકદમ સફાળી બેઠી થઈ. પોતાના શિથિલ કેશકલાપને ઉતાવળે બાંધતી, તે ઊભી થઈ. સુંદરીએ વહાલથી મહાશ્વેતાનો હાથ પકડ્યો. મહાશ્વેતા સુંદરીની લાડ લડાવેલી દાસી હતી. વૃક્ષ જેમ વેલીને આલિંગી રહે તેમ સુંદરી મહાશ્વેતાને આલિંગી રહી.
વીરસેન મશાલ પેટાવી આવી ગયો હતો. સુંદરીએ પોતાના માથે બાંધેલો રૂમાલ મહાશ્વેતાના ઉન્નત વક્ષ:સ્થળ પર બાંધ્યો. દાસી દોડીને, બીજો રૂમાલ લઈ આવી. એ રૂમાલ સુંદરીએ પોતાના મસ્તકે બાંધી લીધો, અને વિરસેન-મહાશ્વેતાની સાથે તે મહાલયના અંદરના આવાસ ભેદી આગળ વધી. એક નિર્જન ઓરડામાં પ્રવેશ કર્યો. દીવાલના પથ્થર પર એણે હાથ ફેરવ્યો ને એક મોટી શિલા બાજુમાં ખસી ગઈ. ત્રણ તાળાંવાળું લોઢાનું કમાડ દૃષ્ટિગોચર થયું. સુંદરીએ પોતાની કમર પરથી ચાવીનો ઝૂમખો કાઢ્યો અને તેનાથી તે કમાડ ખોલ્યું. દ્વાર ખૂલતાં ઠંડી હવાનો સુસવાટો આવ્યો. એ ક્ષિપ્રા નદીના પ્રવાહ પર થઈને આવતો હોય, તેમ લાગ્યું. વીરસેન અને સુંદરી આ ભૂમિનાં અજાણ્યાં ન હતાં. પરંતુ મહાશ્વેતા પહેલી જ વાર આવી હતી. સુંદરીએ તેને કહ્યું:
“મહાશ્વેતા, જેણે મને આ રૂપધામમાં રાખી હતી તે ગણિકા નયનતારા, અહીં રાજ્યના ખૂંખાર કેદીઓને રાખતી હતી.”
મહાશ્વેતાને આશ્ચર્ય થયું: “કેદીઓ? અહીં વળી કેદીઓ કેવા?”
“મહાશ્વેતા, પૂર્વે થઈ ગયેલા મહારાજાના સંક્તથી રાજકુમારોને, ગાદીના હકદારોને, ઉપદ્રવી સરદારોને, નયનતારા ફોસલાવીને, અહીં લઈ આવતી. એ રાત સુરા અને સુંદરીમાં ડુબાડીને, ત્રીજી રાતે અહીં ઘસડી લાવીને, આ જગ્યામાં પૂરી દેતી. રોજ સવાર-સાંજ અફીણનાં ડોડવાનો કાવો પીવા આપતી, પછી મીઠાઈઓ ખવડાવતી. આ રીતે રાજકીય દુશ્મનો અહીં કરુણ મોતે મરતાં. મરી ગયા પછી તેમના મૃતદેહોને 4369
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only