________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડવા ધર્મોપદેશ આપે છે.
સાથે રહેલા સાધુઓનું યોગક્ષેમ કરે છે. તેઓને જ્ઞાન-ધ્યાનમાં પ્રવર્તાવે છે. કેટલાક સમયે તેઓએ અયોધ્યાનગરીને પાવન કરી. અયોધ્યાના હજારો નાગરિક સ્ત્રી-પુરુષોએ “વાચક સમરાદિત્યનું મહાવિભૂતિથી સ્વાગત કર્યું સ્વાગત સાથે તેઓ અયોધ્યાના મધ્ય ભાગમાં આવેલા સુંદર અને વિશાળ ઉદ્યાનમાં પધાર્યા, ત્યાં શક્રાવતાર' નામનું ભવ્ય જિનાલય હતું, જિનાલયની પાસે જ, સાધુઓને વિશ્રામ કરવાની, મૂકામ કરવાની જગ્યા હતી.
એ જિનાલયમાં પ્રવેશવા માટે કલાત્મક મણિમય પગથિયાં હતાં. એ કુંદપુષ્પ અને મોગરાનાં પુષ્પ જેવું, ગાયના દૂધ જેવું અને મુક્તાહાર જેવું, શરદના મેઘ અને ચંદ્ર જેવું ઉજ્વળ શેત હતું એ મંદિર.
જિનાલયની ચારે બાજુ કલ્પવૃક્ષોની પંક્તિઓ હતી.
* જિનાલયની પીઠિકા વિસ્તીર્ણ હતી, મજબૂત હતી અને મરક્ત મણિના પથ્થરોની હજારો શિલાઓથી એ બનેલી હતી.
મંદિરનાં ચારે દિશાઓનાં ચાર દ્વાર પર કલાત્મક તોરણો હતાં. ગગનસ્પર્શી શિખર હતું ને શિખર પર વિશાળ ધજા લહેરાઈ રહી હતી.
એ જિનાલયની ફરસ સોનાની બનેલી હતી. સોનાની ફરસમાં ભિન્ન ભિન્ન રંગનાં રત્નો અને મણિ જડેલાં હતાં. પથ્થરના થાંભલાઓ ઉપર પણ મણિ જડેલાં હતાં. એક એક સ્તંભ ઉપર વિવિધ હાવભાવ બતાવતી કલાત્મક પૂતળીઓ મૂકેલી હતી.
જ ગર્ભગૃહમાં અનેક રત્નદીપકો સળગી રહ્યાં હતાં. સળગતા સુગંધી ધૂપની સુગંધ સર્વદિશાઓમાં ફેલાઈ રહી હતી.
જ વિશાળ કમળની રચના પર ધર્મચક્રવર્તી ભગવાન ઋષભદેવની નયનરમ્ય પ્રતિમા બિરાજમાન હતી.
છે એ પ્રતિમાની સમક્ષ અનેક દેવ-દેવીઓ અને વિદ્યાધર સુંદરીઓ ભક્તિસભર હૃદયથી, મધુર ગીતો ગાઈ રહી હતી.
પરમાર્થ અને શુદ્ધ ભાવોથી ભરેલા ચારણમુનિઓ પરમાત્માની સ્તુતિ કરતાં હતાં. સ્તુતિના મધુર શબ્દો સાંભળીને, વિદ્યાધરો ભાવવિભોર બન્યાં હતાં.
એ સમયે વાચકશ્રી સમરાદિત્યે શિષ્ય પરિવાર સાથે એ “શાવતાર' જિનાલયમાં પ્રવેશ કર્યો. દેવ-દેવેન્દ્રોએ તેમને નમન કર્યું. તેઓએ ત્રિભુવન ગુરુ પરમાત્માનાં દર્શન કર્યા, સ્તુતિ કરી, ચૈત્યવંદના કરી. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૫
For Private And Personal Use Only