________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
100
ન દીહ્યાનું દીઠું, ન ભાળ્યાનું ભાળ્યું. એ ન ભાળ્યાના અને ન દીક્યાના મોહ ઉત્કટ હોય છે. મહારાજા પ્રસન્નચન્દ્રને એવું જ થયું. તેમણે અવધિજ્ઞાની મહાત્મા સમરાદિત્યને જોયા... અદ્ભુત રૂપ ઉપર સંયમની સુંદર શાલ ઓઢેલી હતી. મધ અને સાકર કરતાંય વધારે મધુર એમની વાણી ઉપર “ભાષાસમિતિ' અને વચનગુપ્તિ' ના શણગાર સજાયેલા હતા. રાજા પ્રસન્નચંદ્રના હૃદયસિંહાસન પર, મહાત્મા સમરાદિત્યની સ્થાપના થઈ ગઈ હતી.
મહારાજા બીજા દિવસે, સવારે એક પ્રહર પછી, રાજપરિવાર સાથે “શક્રાવતાર' જિનચૈત્યમાં પધાર્યા. સુંદર સમય હતો, સુંદર વાતાવરણ હતું, સુંદર હવા હતી અને સુંદર પ્રકાશ હતો.
પરમાત્માની સ્તવના કરતા એક જુવાને ઉપાડેલું ભક્તિગીત, આકાશની રમતીનાસતી વાદળીઓની જેમ વાતાવરણને ભરી રહ્યું હતું. મહારાજાએ રાજપરિવાર સાથે, પરમાત્માની સ્તવના કરી. ત્યારબાદ તેઓ વાચકશ્રી સમરાદિત્ય જ્યાં બિરાજમાન હતા, ત્યાં ગયાં.
“પત્થDU વંશ' કહીને તેઓએ ઉપાધ્યાય ભગવંતના અવગ્રહમાં પ્રવેશ કર્યો. ઘRામ!' આશીર્વાદનો ગંભીર ધ્વનિ સંભળાયો.
રાજપરિવારે વિધિપૂર્વક વંદના કરી, વિનયપૂર્વક સુખશાતા પૂછી અને ઉચિત જગ્યાએ આસન ગ્રહણ કર્યું.
ઉપાધ્યાય ભગવંતે તત્ત્વબોધનો પ્રારંભ કરતાં કહ્યુંઃ “હે મહાનુભાવ, ગઈ કાલે મેં તમને આ અવસર્પિણીકાળમાં જીવોની ક્રમશ: આયુષ્ય હાનિ અને શરીર હાનિ કેવી રીતે થાય છે, તે સમજાવ્યું હતું. તે જ વાતના અનુસંધાનમાં આજે વાત કરીશ. અવસર્પિણી કાળનો ત્રીજો આરો ઘણો વીતી ગયા પછી, તેના છેલ્લા ભાગમાં - આ બધી કળાઓ અને બધા શિલ્પ શીખવનાર, જ દેવોને પણ વંદનીય, ત્રણે લોકના બંધુ,
અજ્ઞાન અંધકારનો નાશ કરનાર.
ભવ્ય જીવોરૂપી કુમુદવનને પ્રતિબોધ કરનાર ચંદ્રમાન, પ્રથમ તીર્થંકર અહીં જન્મ લે છે!
પ્રથમ-આદિ તીર્થંકરથી જ વિવાહ આદિ ક્રિયાઓ પ્રવર્તે છે અને દાન, શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિઘ ધર્મનો પ્રારંભ થાય છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧BC
For Private And Personal Use Only