________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. સામાન્યથી જીવો, આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મ પ્રતિ ક્ષણ બાંધતા હોય
૨. આયુષ્યકર્મ, જીવાત્મા પોતાના જીવનમાં એક જ વાર બાંધે છે.
૩. “સૂક્ષ્મસંપરાય' નામના ગુણસ્થાનકે રહેલા આત્માઓ, આયુષ્યકર્મ તથા મોહનીયકર્મ સિવાયનાં છ કર્મ બાંધે છે.
૪. ઉપશાંત મોહ તથા ક્ષણ મોહ ગુણસ્થાનકે કેવળજ્ઞાનીઓ બે સમયની સ્થિતિવાળું એકમાત્ર શાતાવેદનીય કર્મ બાંધે છે.
૫. શૈલેશી પામેલા આત્માઓ કર્મબંધ કરતાં નથી.
૬. અપ્રમત્ત સંયમી આત્માઓ, કર્મોની ઉત્કૃષ્ટ ૮ મુહૂર્ત અને જઘન્ય અંતર્મુહૂર્ત કર્મસ્થિતિ બાંધે છે.
૭, પ્રમત્ત ગુણસ્થાનકે રહેલા આત્માઓ પાપભીરુ હોય, માયારહિત હોય, તે આત્માઓ જે કર્મ બાંધે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૮ વર્ષની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત હોય.
૮. સમ્યગ્દષ્ટિ આત્માઓ ગ્રંથિભેદ કર્યા પછી, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે બાંધતાં નથી.
૯. મિથ્યાષ્ટિ આત્માઓ ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની બાંધતાં હોય છે.”
ચિત્રાંગદે કહ્યું: “હે ભગવંત, આપે મારી અજ્ઞાનતા દૂર કરી. મારા પર મોટો ઉપકાર કર્યો.”
મહારાજા પ્રસન્નચંદ્રે કહ્યું: “ભગવંત, જેવી રીતે પુષ્કરાવર્ત મેઘ વરસે ને પૃથ્વી નવપલ્લવિત બને, તેમ આપ વરસી રહ્યાં છો અમારી આત્મભૂમિ પર. હે ગુરુદેવ, અમે અમાપ હર્ષ અનુભવી રહ્યા છીએ.'
સમય થઈ ગયો હતો. રાજા વગેરે સ્વસ્થાને ચાલ્યા ગયાં.
ત્રીજા દિવસે મહાત્મા સમરાદિત્ય પાસે “અગ્નિભૂતિ' નામનો એક વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેણે સર્વપ્રથમ જિનાલયમાં ભગવાન આદિનાથને વંદના કરી, પછી સમરાદિત્યને વંદના કરી, વિનયથી બેઠો. સમરાદિત્યે તેને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. અગ્નિભૂતિએ વિનયથી કહ્યું:
“હે ભગવંત, મને વિશિષ્ટ દેવ, તેમની ઉપાસનાવિધિ અને ઉપાસનાનું ફળ કહેવા કૃપા કરશો?'
તે સૌમ્ય, અવશ્ય કહું છું. છે જેઓ વીતરાગ છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૫૩
For Private And Personal Use Only