________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરવાળો હતો. ઉદ્યાનના એક વૃક્ષ પાછળ એણે જેટલું ખર્ચ કર્યું હતું એટલું ખર્ચ માણસ પોતાની આખી જિંદગી પાછળ ન કરી શકતો.
સુંદરીએ પંખીનાં પિંજર ખુલ્લાં મૂકી દીધાં. મુક્ત પંખીઓ આકાશમાં ગીત ગાતાં હતાં. એણે પોતાનું મુખ્ય ભવન, નગરના તત્ત્વવેત્તાઓને “જ્ઞાનપરિષદ” માટે ભેટ આપ્યું. બીજા ભવનમાં એણે સદાવ્રત શાળા ખોલી. એક ભવન સાધુઓ-યોગીઓ માટે અર્પણ કર્યું. કેટલાક આવાસો એણે પોતાના દાસદાસીઓને ભેટ આપી દીધા. રાચરચીલું, સોનાની હીંડોળાખાટો, ચંદનના બાજોઠ, નકશીદાર પલંગો, સુવર્ણના પાલા, રજતનાં વાસણો અને હીરા-મોતીની ઝાલરો પાણીની મૂલે એણે વેચી નાખ્યાં...
સુંદરીએ એક વાર સમરાદિત્યને કહેલું “મહારાજ કુમાર, મારું નિર્માણ તમારામાં લય પામવાનું છે. દૂધમાં સાકર ભળે, એવું મારું ભાગ્ય છે. દૂધ દેખાશે, સાકર અદૃશ્ય થશે. સહુ કહેશે કે આ તો દૂધ છે. સાકર નથી. પણ જ્યારે દૂધ પીશે ત્યારે મને પ્રત્યક્ષ કરશે. કુમાર, તમારા ગીતમાં હું મારી વેદના અનુભવું છું. તમારી કંઠમાધુરીમાં અને શબ્દચાતુરીમાં હું મારી વ્યગ્રતા અનુભવું છું. તમારા આધ્યાત્મિક પદો સાંભળીને, મારા શૃંગાર પર મને વૈરાગ્ય થયો છે. જે દિવસે કુમાર તમે મહેલનો ત્યાગ કરશો ત્યારે તમારી આ દાસી આ મહાલયનો ત્યાગ કરશે અને તમારાં પદચિહ્નો પર ચાલવા લાગશે...'
લલિતાગે સુંદરીને, સમરાદિત્યના શયનગૃહમાં બનેલી ઘટનાના સમાચાર આપ્યા અને સુંદરી સફાળી ઊભી થઈ ગઈ. “હૈ મહારાજકુમારે આ જીવન બ્રહ્મચર્યવ્રત લઈ લીધું? એમની બે નવવધૂઓએ પણ એમનું અનુકરણ કર્યું? ધન્ય કુમાર... ને ધન્ય એ મુગ્ધા બે રાજપુત્રીઓ! કેવો અદ્ભુત ત્યાગી મારે પણ એ જ માર્ગ લેવાનો છે.” તેણે લલિતાંગને કહ્યું: ‘લલિત, આજથી સર્વ પુરુષો માટે આ રૂપધામ બંધ થાય છે. આજથી હું કોઈ પુરુષને મળીશ નહીં... સિવાય મહારાજ કુમાર, એ જ મારા ઉદ્ધારક છે. તારો ઉપકાર માનું છું, લવિત, તું જ એ મહાપુરુષને અહીં લઈ આવ્યો. મને પરિચય કરાવ્યો. ભલે લલિત, હું તારું બતાવેલું કામ ન કરી શકી.. હું કુમારને રાગી-વિકારી ના બનાવી શકી, પરંતુ કુમારે મને વૈરાગી બનાવી દીધી. ત્યાગનો શ્રેષ્ઠ માર્ગ મને ગમાડી દીધો...”
જ્યારથી બધાં દાસ-દાસીઓએ પોતાની સ્વામિની સંન્યાસિની બનવાની છે, એ વાત સાંભળી, ત્યારથી તેમની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસતાં હતાં. તેઓએ પણ ભેગાં થઈને, નિર્ણય કર્યો - “આપણે પણ સ્વામિનીની સાથે જ નવું જીવન સ્વીકારીશું. જે કષ્ટો સ્વામિની સહન કરશે, એ કષ્ટો આપણે સહન કરીશું.'
સુંદરીએ જોતજોતામાં કેટલુંય વેચી નાખ્યું, કેટલુંય અર્પણ કરી દીધું... અને કેટલુંય વહેંચી દીધું! સુંદરીને ખબર પડી કે “મારાં બધાં દાસ-દાસીઓએ પણ
ભાગ-૩ ક ભવ નવમો
૧૩૪
For Private And Personal Use Only