________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગારુડી જેવો એ દેખાવ જોઈ, મહાશ્વેતા છળી પડી. એ સુંદરીનો આશ્લેષ ગાઢ બનાવી રહી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરસેને સાતે સાપને ક્ષિપ્રાનાં જળમાં વહાવી દીધા. હવે વિપુલ ધન-સંપત્તિની ચોકીદારીનું એમનું કામ પૂરું થયું હતું. સુંદરી મહાશ્વેતાને લઈ, એ ખંડમાં દાખલ થઈ. મહાશ્વેતાની આંખો હજી ચકળવકળ થતી હતી. રખેને ક્યાંય કોઈ સાપ ન હોય!
સુંદરી બોલી: ‘મહાશ્વેતા, અહીં બધા નાગ જ હતા. તેમના કણો હોવાનો સંભવ નથી. સંસાર તો નર અને માદા હોય તો જ વસે ને! એકલા પુરુષ નકામા, એકલી સ્ત્રીઓ નકામી. કુદરતે એકબીજાની ગરજનો કેવો ઘાટ ઘડ્યો છે!'
થોડી વારે મહાશ્વેતા સ્વસ્થ થઈ. એણે ચારે તરફ નજર ફેરવી... હીરા, માણેક, રત્નના ઢગલા, સોનું... રૂપું અને સોનામહોરોના ઢગલા.
સુંદરીએ કહ્યું: ‘મહાશ્વેતા, આ સાત પેઢીનું ધન છે. પણ આ ધન, લોહી અને આંસુનું છે. આમાંથી તમારે બાપ-દીકરીને જેટલું ધન જોઈએ તેટલું લઈ લો... બાકીનું હું આવતી કાલે મહારાજાને સોંપી દેવાની છું... છેવટે આ ધનના સ્વામી મહારાજા જ છે. કાલે કદાચ હું ન હોઉં તો... તમને કોઈ વાંધો ના આવે...’
મહાશ્વેતાને આશ્ચર્ય થયું: ‘દેવી, કોણ બાપ ને કોણ પુત્રી?’
‘મહાશ્વેતા, આ વીરસેન તારો પિતા છે... ને તું એની પુત્રી છે. મહાશ્વેતા, આ શાપિત ધન છે. તમારે જોઈએ તેટલું લો, પરંતુ પોતાની જાત માટે ઓછામાં ઓછું વાપરજો, બીજાના ભલા માટે વધુ ઉપયોગ કરજો. દુનિયામાં ીન-દુખિયાઓનો તોટો નથી...'
મહાશ્વેતા આંખોમાં આંસુ સાથે બોલી: ‘મારે આમાંથી કંઈ જોઈતું નથી. હું તમારી છું, તમે મારાં છો... જીવવું ને મરવું છે તમારા ખોળામાં... મારો જીવ અહીં મૂંઝાય છે... મને બહાર લઈ ચાલો...'
સુંદરી મહાશ્વેતાને લઈ બહાર નીકળી, વીરસેનને કહ્યું:
‘દ્વાર બંધ કરી દો. ચાવીઓ હમણાં તમારી પાસે રાખજો, આ વાત આપણે ત્રણ જ જાણીએ, કાલે ચાવીઓ હું જાતે મહારાજાને આપી આવીશ.
836
સુંદરીએ આ રીતે, બધું જ આપી દીધું.
મહાશ્વેતાને અને વીરસેનને, પોતાના મહાલયની પાછળનું ઉપવન આપ્યું હતું. ક્ષિપ્રા નદીના કિનારે પર્ણકૂટી બાંધીને, એ પિતા-પુત્રી રહેતાં હતાં. તે નર્યું ઉપવન હતું, સાપ અને મોરની ત્યાં વસ્તી હતી. ગાયો અને હરણ ત્યાં ફર્યા કરતાં હતાં. વનનો વાધ પણ કોઈક દિવસ ત્યાં આવતો ને ક્યારેક કોઈ નિર્ભય અભિસારિકાનાં ઝાંઝર પણ રણઝણી ઊઠતાં.’
થોડા દિવસ વીત્યાં.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ નવમો