________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કહો!’
‘હું અંતરાત્માથી કુમાર સમરાદિત્યને સમર્પિત થઈ છું... એમની સાથે જ હું
ગૃહવાસ ત્યજીને, શ્રમણી બનીશ...’
‘પરંતુ શ્રમણી શા માટે બનવાનું?' ‘કારણ કે કુમારને ગમે છે.’ ‘તેથી તમારે શું?’
‘એમને જે ગમે તે કરવાનું.’
‘તેમને ખબર છે કે તમે એમની પાછળ ‘પ્રેમદિવાની’ છો?’
‘હું જાણતી નથી... છતાં કદાચ લલિતે વાત કરી હોય...!'
‘પરંતુ દેવી, મહારાજ કુમાર શા માટે ગૃહત્યાગ કરે છે?” શા માટે શ્રમણ બને છે? ‘શ્વેતા, તેઓ આ દુનિયાના જીવ નથી, મને તો બે-ચાર વારનો જ પરિચય છે. પરંતુ મને લાગ્યું કે આ દુનિયાના જીવ નથી... તેઓનું વિરાટ વ્યક્તિત્વ છે... તેઓ પરમ પ્રેમની મૂર્તિ છે... એમનો પ્રેમ વાસના નથી... ઉત્તેજના નથી... ઇષ્ટપ્રાપ્તિનો નથી... એ દિવ્યપ્રેમને મેં જાણ્યો છે... આખર, હું કોઈ જન્મથી ગણિકા નથી.’
હૈં?'
‘હા, હું પણ એક રાજકુમારી છું... મારા દુર્ભાગ્યે મને અહીં આ રૂપધામમાં લાવીને મૂકી છે... ‘નયનતારા' મારી સગી મા ન હતી. મારી પાલક માતા હતી... શ્વેતા, મારું સૌભાગ્ય કે મને કુમાર મળી ગયા... ઉપકાર પેલા લલિતનો. એ લઈ આવ્યો, કુમારને મારી પાસે...’
‘અને આજે કુમાર સ્વયં આવ્યો છે તારી પાસે સુંદરી.' પાછળથી કુમાર સમરાદિત્યનો અવાજ આવ્યો!’
સુંદરી ઊભી થઈ ગઈ... તે વિસ્ફારિત નયને કુમારને જોઈ રહી... તે ધ્રૂજી ઊઠી...
કુમારના મુખ પર સ્મિત હતું. તેમની આંખોમાં સ્નિગ્ધતા હતી. સુંદરી બોલી ઊઠો:
‘કુમાર, મને તમારા હૈયામાં સમાવી લો. તમારા ગીતના સૂરોમાં વણી લો. તમારા અંતરના તારમાં ગૂંથી લો...'
‘સુંદરી, ચાલ, તું નૃત્ય કર, હું સિતારના તાર રણઝણાવું છું.’
સુંદરીએ નૃત્યનો પ્રારંભ કર્યો.
કુમારે સિતારના તાર રણઝણાવ્યાં.
એક ઘટિકાપર્યંત સુંદરીનું નૃત્ય અને કુમારનું સિતારવાદન ચાલતું રહ્યું. બંને જાણે પરબ્રહ્મમાં લીનતા અનુભવી રહ્યાં હતાં...
૧૪૭૭
ભાગ-૩ * ભવ નવમો
For Private And Personal Use Only