________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરનાં મંદિરોમાં પરમાત્મા ભક્તિના મહોત્સવ ચાલતાં હતાં. રાજમહેલમાં પ્રતિદિન અવિરત મહાદાન અપાતું હતું.
કારાવાસોમાંથી કેદીઓને છોડી મુકાયાં હતાં. છે માત્ર ગુરુદેવની રાહ જોવાઈ રહી હતી. આચાર્યદેવ પ્રભાસ ઉર્જનીમાં પધારવાના હતાં. તેમનાં ચરણોમાં મહારાજા, મહારાણી, મહારાજકુમાર સમરાદિત્ય... તેમની બે નૂતન પત્નીઓ વગેરે ચારિત્રધર્મ અંગીકાર કરી, સાધુ-સાધ્વી બનવાનાં હતાં.
સુંદરી પણ એ જ પ્રસંગની રાહ જોઈ રહી હતી. તે હવે મનની માયાનાં બંધન કાપી રહી હતી... કોઈ જાણતું ન હતું. પરંતુ તે સર્વસ્વનો ત્યાગ કરી, મહારાજ કુમાર સમરાદિત્યના ત્યાગમાર્ગે ચાલી નીકળવાની પૂર્ણ તૈયારી કરી ચૂકી હતી.
એ ઉપવનમાં પહોંચી. પર્ણકુટીની બહાર વીરસેન, જૂઈના મંડપો ઠીક કરી રહ્યો હતો. કોઈ જંગલી જાનવર આવીને, બગાડી ગયાં હતાં.
મહાશ્વેતા ક્યાં છે? વીરસેન,” સુંદરીને સામે જોઈ, વિરસેન ચમકી ગયો. તેણે સુંદરીને પ્રણામ કરીને કહ્યું: ‘ત્યાં એના મિત્રો પાસે છે...” લાંબો હાથ કરી વૃક્ષોનું વન બતાવ્યું. ત્યાં ઊભેલી મહાશ્વેતાને જોઈ, સુંદરી ત્યાં ગઈ.
અરે મહાશ્વેતા, કોણ છે તારા મિત્રો? ક્યાં છે? એકલી એકલી મિત્રો સાથે...” સુંદરી હસી પડી.
‘દેવી, તમે મારા મિત્રોને નથી જાણતાં? ચાલો, બતાવું. પેલું રહ્યું તિલકવૃક્ષ. કીડાવનમાં મૃગનયની સુંદરીના નયનકટાક્ષ વડે જે વિકસિત બન્યું હતું... આજે એ કરમાઈ રહ્યું છે. પેલું અશોકવૃક્ષ. એ મારું મિત્ર છે. એ હંમેશાં તમારાં ઝાંઝરના પાદપ્રહારથી ઉલ્લસિત બનતું હતું. ને હમણાં એ નિરાશાનું સરુવૃક્ષ બની ગયું છે... પેલું ઊભું છે બકુલવૃક્ષ... એ વૃક્ષને દેવી, તમે તમારા મદાન્વિત મુખના મદિરાના કોગળાથી વિકસ્વર બનાવેલું. અને પેલું કુરુબકવૃક્ષ જોયું? દેવી, પીનપયોધરા સુંદરીદેવીના ગાઢ આલિંગનથી એ નવપલ્લવિત થતું હતું. આજે એની દુર્દશા જુઓ... ઘણા દિવસોથી એને દેવીનું આલિંગન નથી મળ્યું.
દેવી, આ બધા મિત્રોને હું સમજાવી રહી હતી કે મિત્રો, દુનિયામાં માયા કોઈની થઈ છે કે થશે? નાહકના શા માટે દુઃખી થાઓ છો?” મહાશ્વેતા ખડખડાટ હસી પડી ને સુંદરીને ભેટી પડી.. મહાશ્વેતા...” જી, દેવી!'
એક અંતરની વાત કહું?” શ્રી સમરાદિત્ય મહાકથા
૧3:
For Private And Personal Use Only