________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમણે સાચા ભાવથી કર્યું. ભાવથી વિરતિધર્મની પરિણતિ પ્રગટી, અને ભાવથી અનશન વ્રત ગ્રહણ કર્યું. હે પિતાજી, જે આત્મા ભાવપૂર્વક સર્વવિરતિ ધર્મનું નિરતિચાર પાલન કરે છે, તેની દુર્ગતિ થતી નથી, એની સદ્ગતિ થાય છે... કે પરમગતિ-મોક્ષ થાય છે.
પિતાજી, અપ્રમાદ સાથે આત્મામાં સર્વવિરતિની પરિણતિ પ્રગટે એટલે તે દુઃખોના મેરુને ભેદી નાખે. શ્રેષ્ઠ સુખોની પરંપરા શરૂ થઈ જાય. સર્વવિરતિની પરિણતિ મહાન પ્રભાવશાળી હોય છે. દુનિયામાં એવું કોઈ કલ્યાણ નથી કે જે સર્વવિરતિના વિશુદ્ધ પાલકને ના મળે.’
મહારાજાએ પૂછ્યું: ‘કુમાર, આવી વિરતિ-પરિણતિ આવા ઘોર પાપી જીવોને કેવી રીતે ઉત્પન્ન થાય? અથવા તો જે જીવોમાં સર્વવિરતિની પરિણતિ પ્રગટવાની યોગ્યતા રહેલી હોય, એવા સુયોગ્ય આત્માઓ, આવી પાપપ્રવૃત્તિમાં કેમ પ્રવર્તતા હશે?’
કુમારે કહ્યું: ‘પિતાજી, કર્મ-પરિણતિ વિચિત્ર હોય છે. બંધુલા અને ધનદત્તની પાપપ્રવૃત્તિ, કર્મના કારણે હતી, પરંતુ એ પ્રવૃત્તિ ‘અનુબંધ'વાળી ન હતી, માત્ર પ્રવૃત્તિ હતી. જો અનુબંધવાળી પ્રવૃત્તિ હોત તો તો તેઓ સર્વવિરતિની પરિણતિ પ્રાપ્ત ન કરી શકત... તેઓ બંનેએ આગમને અનુસાર, અતિચાર રહિત અને ભાવસભર વિરતિપરિણતિ પ્રાપ્ત કરી હતી, માટે તેમને ‘અનશન' કરવાનો ભાવ પ્રગટ્યો... શુભ ભાવોની ધારા વહેવા લાગી... અને તેમણે પહેલા સૌધર્મ દેવલોકનું આયુષ્યકર્મ બાંધી લીધું.’
‘વત્સ, હવે તારી વાત બરાબર સમજાઈ ગઈ... આવી સર્વવિરતિની પરિણતિ જ ભવનો વિચ્છેદ કરી શકે.'
ઉજ્જૈનીની શેરીએ શેરીએ એક આશ્ચર્યજનક બનાવની ચર્ચા ચાલી રહી હતી. ન બનવાનું બની રહ્યું હતું. પ્રસિદ્ધ ગણિકા સુંદરી, પોતાનું સર્વસ્વ લૂંટાવી રહી હતી. આ રૂપધામ તો ભારતનું સુપ્રસિદ્ધ વિલાસધામ હતું, જ્યાં દૂર દૂરના દેશોમાંથી ‘મોટા માણસો’ વાસનાની અગન બૂઝવવા આવતા. સુંદરી સાથેની એક મુલાકાત, જીવનનો સ્મરણીય પ્રસંગ બની જતો. અહીં ગાળેલી એક રાત, જીવનભરની મીઠી યાદ બની જતી. સંસારની સમૃદ્ધિ અહીં રેલાતી હતી. લોકો કહેતા કે જીવતા જીવ સ્વર્ગ જોવું હોય તો ઉજ્જૈનીની સુંદરીના રૂપધામમાં જવું.’
પેઢીઓથી આ રૂપધામ પ્રસિદ્ધ હતું. સુંદરી એવી રૂપસ્વામિની હતી કે જે રાજામહારાજા અને શ્રીમંત-સોદાગર સિવાય કોઈની સામે નજર પણ કરતી ન હતી. સુંદરીએ, એને મળેલા વિલાસધામનો ખૂબ વિકાસ કર્યો હતો. સમૃદ્ધિનો ખૂબ વિસ્તાર કર્યો હતો. એના બાગના એક પંખીની કિંમત ઉજ્જૈનીના એક શ્રીમંતના ધનનો શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩:૩
For Private And Personal Use Only