________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'96977
‘તમને ત્રણેને મેં એક મહત્ત્વપૂર્ણ કાર્ય માટે બોલાવ્યા છે.”
આપ જે આજ્ઞા કરશો તે અમને ત્રણેને શિરોધાર્ય હશે. આપને જે આજ્ઞા ફરમાવવી હોય તે ફરમાવો...!' લલિતાંગ, કામાકુર અને અશોકની સામે જોઈને બોલ્યો. કામાકુર અને અશોકે મસ્તક નમાવી, બે હાથ જોડી, મહારાજાને પોતાની સ્વીકૃતિ આપી.
હું તમને જે કાર્ય બતાવું તે કાર્ય તમારે કરવાનું છે, પરંતુ કોઈનેય જાણ ના થવી જોઈએ કે આ કાર્ય મેં બતાવેલું છે... અથવા મારાં કહેવાથી તમે આ કાર્ય કરી રહ્યા છે.' મહારાજાએ પૂર્વભૂમિકા કરી.
મહારાજા, અમે વચન આપીએ છીએ કે આ વાત.. કે જે આપ કહેવા ઇચ્છો છો, એ બહાર નહીં જ જાય. આપે અમારા જેવા સામાન્ય છોકરાઓ પર વિશ્વાસ મૂક્યો, એ જ અમારાં માટે ગૌરવ લેવા જેવી વાત છે...” અશોક બોલ્યો.
કદાચ તમે જાણતા હશો કે કુમાર સમરાદિત્ય જન્મથી વૈરાગી છે. એને એકમાત્ર શાસ્ત્રાધ્યયનમાં જ અભિરુચિ છે, એને નથી ઘોડેસવારી ગમતી, નથી ચિત્રકળા ગમતી કે નથી ગીત-સંગીત ગમતાં. એને ગમે છે એક માત્ર ધર્મતત્ત્વની ચર્ચા. ધર્મતત્ત્વોનું મનન-ચિંતન અને પ્રવચન. આમ કેમ ચાલે? એ ભવિષ્યનો માલવ દેશનો રાજા છે.. એનામાં રાજા થવાની યોગ્યતા જોઈએ. સાધુ થવાની નહીં.”
મહારાજા લલિતાંગ સામે જોઈને બોલતાં હતાં. લલિતાગે કહ્યું: “મહારાજા, આપની વાત યથાર્થ છે. મહારાજ કુમારે ભવિષ્યમાં રાજા બનવાનું જ છે..”
લલિતાંગ, તમે ત્રણે કુમાર સાથે દોસ્તી બાંધો. કેવી રીતે દોસ્તી બાંધવી, એ મારે તમને શિખવાડવું પડે એમ નથી, તમે ચતુર છો. કુમારને તમે વશ કરી, એનો વિશ્વાસ સંપાદન કરી શકો એમ છો.' “પછી?’
પછી એની આગળ તમે કામશાસ્ત્રની વાતો કરી. એને ખૂબ સુંદર નર્તકીઓ પાસે લઈ જાઓ. એને ગીત-સંગીત અને નૃત્યનો રંગ લગાડો. એને સરોવરોમાં તરવા લઈ જાઓ... શૃંગારિક ચિત્રો બતાવો. ઉદ્યાનોમાં ફરવા લઈ જાઓ.. લાવણ્યમયી ને રૂપવતી સ્ત્રીઓનો પરિચય કરાવો... એની આગળ કામોત્તેજક વાતો કરો. એને સુંદર વસ્ત્રો પહેરાવો. સારા અલંકારોથી શણગારો... કામદેવના મંદિરે લઈ જાઓ.”
સમજી ગયા... સમજી ગયા મહારાજા. આ કામ માટે અમે ત્રણે તૈયાર છીએ. મહારાજકુમારને વૈરાગીમાંથી રાગી બનાવવાનું કામ અમારે કરવાનું છે.' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૦૫
For Private And Personal Use Only