________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્તુતિપાઠકોના મુખે આપનું નામ અને આપના સુંદર દેહનું વર્ણન સાંભળ્યું છે ત્યારથી આ બંને આપના પર મોહિત થઈ છે. આ બંને રાજપુત્રીઓ ક્યારેક અપૂર્વ આનંદ તો ક્યારેક તીવ્ર વિષાદ અનુભવે છે. બંને બહેનો આપની વાતો કરત ધરાતી નથી. ક્યારેક કલાભ્યાસ કરતાં કરતાં, આપના વિચારોમાં ચઢી જતી હતી.. કલાભ્યાસ છોડી દેતી હતી... ક્યારેક લજ્જા, ક્યારેક મૂંઝવણ, ક્યારેક ઉદ્વેગ તો ક્યારેક અતિ આનંદ. જ્યારે મહારાજાને ખબર પડી કે ‘બંને રાજપુત્રીઓ કોઈ ભારે મૂંઝવણમાં છે.’ તેઓએ રાજપુત્રીઓની સખીઓ પાસેથી સાચું કારણ જાણ્યું. તેઓએ બંને પુત્રીઓને બોલાવીને, કહી દીધું: ‘તમને બંનેને કુમાર સમરાદિત્ય સાથે પરણાવીશ તમે જરાય ચિંતા ના કરો...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર, બંને રાજપુત્રીનો મનોરથ આજે ફળ્યો છે.'
કુમારે વિચાર કર્યો: ‘આ બંને પ્રિયતમાઓનો મારા ઉપર અત્યંત અનુરાગ છે, એ વાત નિર્વિવાદ છે. અને અનુરાગી જીવો,
* ભવિષ્યકાળનો દીર્ઘ વિચાર કરી શકતાં નથી.
♦ પ્રિય વ્યક્તિ તેમને જે કહે, તે સાંભળે છે.
* કોઈ પણ તર્ક-વિતર્ક કર્યા વિના, તેની આજ્ઞા માની લે છે.
* તેઓ અંતઃકરણપૂર્વક દરેક કાર્ય કરે છે.
માટે આ બંનેને અત્યારે હું ધર્મોપદેશ આપું તો? જોકે આ અશોક, કામાંકુર વગેરે મિત્રો અને રાજપુત્રીઓની સખીઓને ઉચિત નહીં લાગે! કદાચ તેમને મારી વાતો હાસ્યાસ્પદ પણ લાગશે કે ‘આ રંગરાગ અને ભોગવિલાસના સમયે કુમાર આ કેવી ધર્મની વ્યર્થ વાતો કરે છે?’
પરંતુ મારું અંતઃકરણ એમ માને છે કે આ સમયે હું જે ધર્મોપદેશ આપીશ, તેનું પરિણામ શ્રેષ્ઠ આવશે. સુંદર પરિણામ જોવા મળશે. અત્યારે હું મારા અંતઃકરણના અવાજને જ અનુસરું.'
કુમારે વિભ્રમવતી તથા કામલતાને સંબોધીને કહ્યું:
‘હે રાજદુહિતાઓ, તમને મારા પર અતિ અનુરાગ છે ને?’
બંને રાજપુત્રીઓ મૌન રહી. ‘વાત ગંભીર લાગે છે...' એમ સમજી, ડાબા પગના અંગૂઠાથી મણિજડિત ભૂમિ દબાવતી રહી, બંને બહેનો ઊંડા વિચારમાં ડૂબી ગઈ. કુંદલતાએ કુમારને ઉદ્દેશીને કહ્યું:
૧૩૦૦
‘હે મહારાજકુમાર, વાણીથી ભલે બંને રાજપુત્રીઓએ પ્રત્યુત્તર ન આપ્યો, પરંતુ આદરપૂર્ણ વ્યવહારથી અનુકૂળ પ્રત્યુત્તર આપી જ દીધો છે. કુમાર પોતાની દિવ્ય બુદ્ધિથી તે જાણી શકે છે.’
કુમારે કુંદલતાને કહ્યું: ‘તમારી વાત માની લઉં છું, પરંતુ મને એક વાતનો ઉત્તર
ભાગ-૩ * ભવ નવમો
For Private And Personal Use Only