________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું કેવો અભાગી છું કે મારી પત્ની મારા મિત્રના મોહમાં આસક્ત બની છે. વ્યભિચાર સુધીનું પાપ આચરે છે, પરંતુ હું એમને આ પાપથી બચાવી શકતો નથી. એમના પર ભાવ-ઉપકાર કરી શકતો નથી! બીજાઓ ઉપર ઉપકાર કરવાની વાત તો દૂર રહી, પત્ની અને મિત્ર પર પણ ઉપકાર કરી શકતો નથી. હું કેવો સ્વાર્થી છું? આ મારું સ્વાર્થીપણું મારા દુ:ખોનું કારણ છે.
આ બંનેની આવી હાસ્યાસ્પદ અને અધમ પ્રેમચેષ્ટા એમને તો દુર્ગતિમાં લઈ જશે, શું મને પણ દુર્ગતિમાં લઈ જશે? હું આ બંનેનો ‘કલ્યાણમિત્ર' બની શકતો નથી. આમ કેમ બને છે? મને હજુ આ બંને તરફ પક્ષપાત રહે છે. જોકે આ વાત માત્ર સર્વજ્ઞ ભગવંતો જ જાણે છે.
હવે મને લાગે છે કે મારા જીવનનો અંત નજીક છે. વિદાયવેળા આવી લાગી છે. હું બીજા બધા વિચારોથી મનને મુક્ત કરી, શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરો.'
જિનધર્મે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા માંડ્યું. અસહ્ય શારીરિક પીડા હોવા છતાં તેણે ચિત્તને મહામંત્રમાં સ્થિર કર્યું.
વીતરાગ પરમાત્માને મારો નમસ્કાર થાઓ. આ ગુરુદેવને મારો નમસ્કાર થાઓ. જ ભાવપૂર્વક નમસ્કાર કરતાં કરતાં એણે પ્રાણત્યાગ કર્યો. તે પાંચમાં બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયો.
૦ ૦ ૦ દેવોને અવધિજ્ઞાન હોય.
એ દેવે “અવધિજ્ઞાન” નો ઉપયોગ મૂક્યો: ‘હું કોણ હતો? મેં શું દાન આપેલું? કેવી તપસ્વર્યા કરેલી? કે શું દીક્ષા પાળી હતી? કે જેના પરિણામે હું દેવલોકમાં ઉત્પન્ન થયો. હું પુણ્યશાળી બન્યો.”
તેણે અવધિજ્ઞાનના પ્રકાશમાં પોતાની પત્નીને અને પોતાના મિત્રને જોયો, તેણે - તે દેવે વિચાર્યું: “મારે મારી પત્નીને અને મિત્રને ઉન્માર્ગ છોડાવી, સન્માર્ગ પર લાવવાં છે. પરંતુ આવા અતિ રાગી, અતિ વિષયાંધ જીવોને મહાઆપત્તિ બતાવ્યાં વિના પ્રતિબોધ નહીં પમાડી શકાય. મારે આ બંનેને ઘોર આપત્તિનો, ઘોર વેદનાનો અનુભવ કરાવવો પડશે. તો જ તેઓ પ્રતિબોધ પામશે.” દેવે દેવમાયાનો પ્રયોગ કર્યો.
બંધુલાને ઝાડા થવા લાગ્યાં. તેના શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈઅતિ અશુચિ અને દુર્ગધ મારતી વિષ્ટાથી એ ખરડાઈ ગઈ. એના પેટનાં બે પડખાં અતિ વેદના સાથે ફાટફાટ થવા લાગ્યાં.. તેના મુખમાંથી વેદનાના ઉંહકારા નીકળવા લાગ્યાં...
૧૩૮૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only