________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવી આપની ઇચ્છા. હું ક્યારેય પણ આપની સાધનામાં આડે નથી આવી... ભલે, આપ આપનું આત્મકલ્યાણ સાધો...”
બંધુલાને જાણ થઈ ગઈ હતી કે આજની રાત જિનધર્મ ઘરમાં નહીં રહે, કોઈ અવાવરૂ.. નિર્જન ગૃહમાં જઈને, ધ્યાન કરશે... માટે આજે હું ધનદત્તની સાથે રાતભર સંભોગસુખ ભોગવીશ. પરંતુ એને આ હવેલીમાં તો નહીં બોલાવાય. હવેલીમાં ઘણાં દાસ-દાસી છે. માટે હવેલીની પાસેના ખાલી ઘરમાં એને બોલાવું. ત્યાં સ્વચ્છંદપણે ભોગસુખ ભોગવી શકાશે...' બંધુલાએ ઘનદત્તને સંદેશો આપી દીધો.
રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો. રાત્રિનો અંધકાર ગાઢ થયો. બંધુલા, લોઢાના ખલાના પાયાવાળો ખાટલો લઈને બાજુના જ શૂન્યઘરમાં ગઈ. એને ખ્યાલ ન હતો કે જિનધર્મ એ જ ઘરમાં કાયોત્સર્ગ ધ્યાને ઊભા હતાં. ઘરમાં પ્રગાઢ અંધારું હતું. બંધુલાએ જ્યાં ખાટલો પાથર્યો. એ ખાટલાનો એક પાયો કે જે લોખંડનો ખીલો જ હતો, તે જિનધર્મના એક પગ પર આવી ગયો... ખીલાથી જિનધર્મનો એક પગ વિંધાઈ ગયો.
એટલામાં ધનદત્ત ત્યાં આવ્યો. બંધુલાએ એનો હાથ પકડીને, એ ખાટલામાં બેસાડ્યો. બંધુલા પણ ખાટલામાં બેસી ગઈ. ધનદત્તે એને આલિંગન આપ્યું. અને એ બંનેની પ્રેમચેષ્ટા... કામચેષ્ટા શરૂ થઈ. ખાટલા પર બંનેનો ભાર વધવાથી, ખીલો જિન ધર્મના પગમાં ઊંડો ઊતરી ગયો... જમીનમાં પેસી ગયો.
જિનધર્મને અતિશય વેદના થઈ. તેને મૂર્છા આવી ગઈ. તે ઊભો ના રહી શક્યો. ભીંતના સહારે તે જમીન પર ગબડી પડ્યો. તે લાંબો થઈને પડ્યો.
પરંતુ ધનદત્ત-બંધુલાએ ગાઢ અંધકારમાં જિનધર્મને ઓળખ્યો નહીં. જ્યારે જિનધર્મને ચેતના આવી. ત્યારે એ ધનદત્ત-બંધુલાને ઓળખી ગયો. છતાં એને એ બંને ઉપર રોષ ન પ્રગટ્યો... ક્રોધ ન આવ્યો. પરંતુ તત્ત્વચિંતન પ્રગટ્ય:
અહો! ઇન્દ્રિયોના વિષયો કેવાં આકર્ષક છે! પવિત્ર બુદ્ધિવાળાને પણ આ વિષયો મોહમૂઢ કરી દે છે. નિર્મળ બુદ્ધિવાળા જીવો પણ આ વિષયો તરફ આકર્ષાઈ જાય છે. પોતાના શીલધર્મને ભંગ કરે છે. ભ્રષ્ટ બને છે. એનું પરિણામ કેવું ભયાનક આવે છે? એ જીવો નરક-તિર્યંચ વગેરે દુર્ગતિઓમાં ફેંકાઈ જાય છે. આવા જીવોને પ્રતિબોધવા, ખોટા માર્ગેથી પાછા વાળવા અતિ મુશ્કેલ હોય છે...”
પગની વેદના વધતી જતી હતી. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું... છતાં જિન ધર્મની સુંદર વિચારણા આગળ વધે છે: “જે આત્માઓ ત્રણ ભુવનના મહાગુરુ તીર્થકર ભગવંતોનાં સાનિધ્યમાં રહે છે અથવા ઉપશમલબ્ધિવાળા મહામુનિઓની નિશ્રામાં રહે છે, તેઓ ખરેખર ધન્ય હોય છે. કારણ કે તેમની બુદ્ધિ નિર્મળ રહે છે, પવિત્ર રહે છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮૭
For Private And Personal Use Only