________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અરેરે. હું મરી જાઉં છું.' આમ બોલતી બંધુલા, ધનદત્તને વળગવા લાગી. ધનદત્તનું શરીર વિષ્ટાથી ખરડાવા લાગ્યું. તેને ઘોર અરતિ-સંતાપ થયો. તે બંધુલાથી આઘો ખસ્યો. તેણે વિચાર્યું: “અહો, આ અચાનક શું થઈ ગયું? સાજી, સારી બંધુલાને આમ એકાએક સતત ઝાડા થઈ ગયા. તે પોતાનું નાક દાબીને, થોડો દૂર જઈને ઊભો રહ્યો. બંધુલા વિચારે છે: “ખરેખર આ ધનદત્તનો સ્નેહ ક્ષણિક લાગે છે... કેવો દૂર જઈને ઊભો છે?' બંધુલાએ બૂમ પાડીને કહ્યું:
અરેરે, હું મરી જાઉં છું. મને ઘોર વેદના થાય છે... મારું શરીર તૂટી રહ્યું છે... મને બચાવો...”
“પણ હું શું કરું? આ ભયંકર “અશુચિકા' રોગ છે... અને તે મટી શકે એમ નથી...' ધનદત્તે કહ્યું.
“મારું શરીર દાબો...' બંધુલાએ કહ્યું. ધનદત્ત બંધુતાનું શરીર દાબવા માંડ્યું.... પંપાળવા માંડ્યું. ત્યાં એના બંને હાથ બંધુલાના શરીર સાથે ચોંટી ગયાં, પ્રયત્ન કરવા છતાં એના હાથ ઊખડતા નથી. તે ગભરાયો. ભયભીત થઈ ગયો. તેણે વિચાર્યું. “ખરેખર, કોઈ વખત નહીં અનુભવેલું કે નહીં જોયેલું પાપકર્મ ઉદયમાં આવ્યું છે. તેણે કરુણ સ્વરે બંદુલાને કહ્યું:
બંધુલા, હું હવે શું કરું? મારા બંને હાથ ચોંટી ગયા છે. મારા હાથ ચાલતા જ નથી. મન મારું અતિ અશાંત છે. સાચે જ, આ આપણા પાપનું પ્રત્યક્ષ ફળ છે - એમ મને લાગે છે...” બંધુલા બોલી:
એમ જ છે. કોઈક મોટું પાપ ઉદયમાં આવ્યું છે. અરેરે, મેં મારા પરમદેવ જેવા પતિને ઠગ્યો... એની સાથે વિશ્વાસઘાત કર્યો... આ લોક અને પરલોક-વિરુદ્ધ કાર્ય કર્યું... અરેરે હું મહાપાપિણી છું..” તે રુદન કરવા લાગી.
ધનદત્ત આત્મનિરીક્ષણ કરી વિચારવા લાગ્યો. તે ધનદત્ત, તું અનાર્ય છે. આ અસાર જીવલોકમાં તું આ શરીરને પણ અસાર માને છે ને? તારા મિત્ર જિનધર્મનાં સાચા ને હિતકારી વચનો સાંભળવા છતાં, એ મિત્રનો અવિહડ પ્રેમ પામવા છતાં, તારે આવું ઘોર અકાર્ય કરવું શું ઉચિત હતું? આવું પાપકર્મ કરનારને આવું જ ઘોર પરિણામ ભોગવવું પડે... હે પ્રિય મિત્ર, મેં તારો દ્રોહ કર્યો છે.”
આવું આત્મથન કરતો, ધનદત્ત ત્યાં મૂચ્છિત થઈને, જમીન પર ઢળી પડ્યો. બંધુલા ગભરાઈ ગઈ. તેને ભય લાગ્યો.. “અરે ધનદત્ત મૂચ્છિત થઈ ગયો..? હવે મારું શું થશે?' બંધુલા આકંદ કરવા લાગી. શૂન્ય ઘરમાં તેને ભૂતડાં નાચતાં દેખાવા લાગ્યાં. એ શૂન્ય ઘરમાં દોડાદોડ કરવા લાગી. એનો અંબોડો ખૂલી ગયો. તે સ્વયં ભૂતડી જેવી લાગવા લાગી.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮૯
For Private And Personal Use Only