________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલો રસ ન હતો, પરંતુ મિત્રદાક્ષિણ્યતાથી એ સાંભળતો હતો. બંધુલાને આમેય ગીત-સંગીતમાં રસ હતો. ગીત-સંગીતના રસથી અને ધનદત્તના સુંદર રૂપથી. એ ધીરે ધીરે ધનદત્ત તરફ આકર્ષાવા લાગી. એ ધનદત્ત તરફ અનુરાગભરી દૃષ્ટિથી જોવા લાગી.
એક દિવસ સંધ્યા સમયે ધનદત્ત જિનધર્મની હવેલીમાં જઈ પહોંચ્યો. એ વખતે જિનધર્મ પરમાત્માના મંદિરમાં ધ્યાનમગ્ન બનેલો હતો. બંધુલાએ ધનદત્તનું સ્વાગત કર્યું. ધનદત્તે પૂછ્યું:
જિનધર્મ ઘરમાં નથી?
ના, એ નથી પણ હું છું ને! આવો, બેસો, આપણે વાતો કરીએ....” બંધુલાએ આંખો નચાવતાં અને સ્નેહભર્યું સ્મિત વેરતાં કહ્યું.
ધનદત્ત, જિનધર્મની ગેરહાજરીમાં, એના ઘરમાં જવાનું પસંદ નહોતો કરતો, પરંતુ બંધુલાના અતિ આગ્રહને વશ બની, તે ઘરમાં ગયો. બંધુલાએ ધનદત્તને તાંબૂલ આપીને, સ્વાગત કર્યું. ધનદત્તને ગાદી પર બેસાડી, પોતે એની નજીક જ બેસી ગઈ.
ધનદત્ત, તારું ગીત-સંગીત મને પ્રેમસમાધિમાં લઈ જાય છે. ખરેખર, હું તારી પાછળ પાગલ થઈ ગઈ છું... તને મળવું હતું. આ હૃદયની વાતો કરવી હતી... એકાંત શોધતી હતી, આજે ભાગ્યયોગે એકાંત મળી ગયું.'
ધનદત્ત મૌન રહ્યો. એનું હૃદય ભય અનુભવતું હતું. તેને લાગતું હતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે..
ધનદત્ત, કેમ આજે તારા હોઠ સિવાઈ ગયા છે? આજે ગાતો નથી, બોલતો નથી, નીચે જમીન પર દૃષ્ટિ રાખીને, બેઠો છે. શું તને હું પ્રિય નથી લાગતી? તને હું નથી ગમતી?”
ગમે છે બંધુલા, પરંતુ તું મિત્રપત્ની છે”
એટલે શું? મિત્રપત્નીને સ્પર્શ ના કરાય? મિત્રપત્ની સાથે પ્રેમ ના કરાય? આવો વેવલો છે તું? હું તો દિવસોથી એ અભિલાષા સેવું છું તને સમર્પિત થઈ જવાની.. તું મારા હૃદયનો દેવ બની ગયો છે...'
ધનદત્ત ગભરાયો. એને ભય લાગ્યો કે બંધુલા એના શરીરને વીંટળાઈ જશે..! એ ઊભો થઈ ગયો. અને સડસડાટ તે ઘરની બહાર નીકળી ગયો. સીધો પોતાના ઘરે પહોંચી ગયો. બંધુલા સ્તબ્ધ બનીને, જોઈ રહી. સ્વગત બોલી: “ભલે ધનદત્ત તું ગયો. પણ તારા હૃદયમાં હું પ્રવેશી ગઈ છું.'
ધનદત્ત પોતાના ઘરમાં જઈ, પોતાના ખંડમાં પેસી ગયો. ખંડનો દરવાજો બંધ કરી, એ પલંગમાં પડ્યો. એના ચિત્તમાં ઘમસાણ મચ્યું હતું.. “મને આજ સુધી
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૮૫
For Private And Personal Use Only