________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમો ભવ ર્યો અળસિયાનો. આ છઠ્ઠો ભવ કર્યો સર્પનો.
અને તે પછી કૂતરાનો જન્મ સાત વાર પામ્યો. સાત વાર તે કૂતરાને નર્મદાએ જ માર્યો છે.
હે પિતાજી, આ સંસાર ખરેખર ધિક્કારપાત્ર છે. રૂપનો ગર્વ કરનાર યુવાન મરીને, પોતાના જ ફ્લેવરમાં કીડારૂપે ઉત્પન્ન થાય છે.”
કૂતરાનો વૃત્તાંત સાંભળીને, મહારાજાનું મન સંસાર પ્રત્યે વિરક્ત બન્યું. તેમણે સંસારની ભયંકરતાનો વિચાર કર્યો. કર્મોની વિચિત્રતાઓનો વિચાર કર્યો. જીવોની વૈષયિક લાલસાનો વિચાર કર્યો. જેમ જેમ તેઓ વિચાર કરતાં ગયાં તેમ તેમ તેઓ આત્મા અને પરલોકના વિચારમાં ઊંડા ઊતરતાં ગયાં.
એટલામાં ત્યાં વૈદ્યો આવી પહોંચ્યા. મહારાજાને પ્રણામ કરી, તેમણે કહ્યું:
મહારાજા, આપની આજ્ઞા મુજબ અમે પુરંદરદત્તના ઘેર ગયા. અમે પુરંદરદત્તને જોયો. તેના શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું. અમે એનો ઉપચાર કરવા લાગ્યાં. તેની પત્ની નર્મદા રોતી રોતી બોલી: “હવે એમને સારુ નહીં થાય... એ મરી જશે... મારું સૌભાગ્ય નંદવાઈ જશે.'
તે છતાં અમે કહ્યું: “બહેન, અમે મહારાજાની આજ્ઞાથી આવ્યા છીએ. અમે તારા પતિને નિર્વિષ કરીશું, સાથે સાથે પેલા કૂતરાને પણ સાજો કરીશું કે જેને ઝેર ખવડાવવામાં આવ્યું છે... મહારાજા, એ સ્ત્રી ભયભીત થઈ ગઈ.. અમે બંને ઉપર ઔષધ પ્રયોગ શરૂ કર્યો. ધીરે ધીરે પુરંદરદત્તનું ઝેર ઊતારી દીધું.... પછી કૂતરાને પણ સારો કરી દીધો. આપની આજ્ઞા મુજબ કાર્ય કરીને અમે આવ્યા છીએ.” ‘તમે બહુ સારું કર્યું. પરંતુ ઝેર કેવી રીતે દૂર કર્યું, તમે?” ઊલટીઓ કરાવી... ખૂબ ઊલટીઓ કરાવી. એ રીતે ઝેર કઢાવી નાખ્યું હવે તેઓ જીવી જશે ને? અવશ્ય, તે બંનેનો મૃત્યુભય ટળી ગયો છે.'
સ ઃ
*
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૮૩
For Private And Personal Use Only