________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના મનને મનાવી લેતો. ‘તેણીને ઠીક લાગે તે ભલે કરે..” એમ મનનું સમાધાન કરતો, એ જોયા કરતો. એમ કરતાં તેણે બાર વર્ષ પસાર કરી દીધાં.
આજથી પાંચ દિવસ પહેલાં, એના ઘરમાં પર્વનિમિત્તે બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રેલા હતાં. ભોજનસામગ્રી તૈયાર થઈ ગઈ હતી. હજુ બ્રાહ્મણો ભોજન કરવા બેઠા ન હતાં, ત્યારે નર્મદા પેલા અર્જુનના ઓટલા પાસે ગઈ અને ઓટલાને પિંડદાન આપવા લાગી.
પુરંદરે તેને પિંડદાન આપતી જોઈ, તેના મુખ પર હાસ્ય આવી ગયું. હસતાં હસતાં તેણે કહ્યું: “અરે દેવી, હવે આની સાથે તારે શો સંબંધ? | નર્મદા સ્તબ્ધ થઈ ગઈ. તે પુરંદર સામે ઉગ્ર દૃષ્ટિથી જોઈ રહી. તેનું હૃદય ચિરાઈ ગયું. તેણે મનોમન નિર્ણય કર્યો કે “નક્કી આણે જ મારા પ્રેમીની હત્યા કરી છે... નહીંતર આ આવું કેમ બોલે? કેવું એનું ક્રૂર હૃદય છે? હવે આ મારો શત્રુ છે. હું વેરની વસૂલાત કરીશ.'
એ વખતે એ મૌન રહી. બ્રાહ્મણોને ભોજન કરાવી રવાના કર્યા. નર્મદાએ પુરંદરદત્તને મારી નાખવા માટે, વિષપ્રયોગ કરવાનો નિર્ણય કર્યો. તે વિષ લઈ આવી, ભોજનમાં વિષ ભેળવીને પુરંદરદત્તને ખવડાવી દીધું. હવે એ વિષની અસર થઈ ગઈ છે. પુરંદર મરણતોલ બનીને, કરુણ રુદન કરી રહ્યો છે. પરંતુ હજુ મરી નથી ગયો. વૈદ્યો જો સમયસર પહોંચીને, વિપનિવારણનો પ્રયોગ કરશે તો એ અવશ્ય બચી જશે.'
કુમાર સમરાદિત્ય “અવધિજ્ઞાનના પ્રકાશમાં જે ઘટના જોઈ. એ કહી બતાવી. રાજા-રાણી, પુત્રવધૂઓ વગેરે બધાં જ આ ઘટના સાંભળી, સ્તબ્ધ થઈ ગયાં હતાં.
મહારાજાએ પૂછ્યું: “વત્સ, કૂતરાની શી વાત છે? એને ઝેર કેમ આપ્યું?'
પિતાજી, જ્યારે નર્મદા એના પ્રેમીનો મૃતદેહ ખાડામાં દાટી, તેના ઉપર ચબુતરો બનાવતી હતી ત્યારે આ કૂતરો એ જગ્યામાં રહેતો હોવાથી, નર્મદાના કાર્યમાં અવરોધ કરતો હતો, ઉપદ્રવ કરતો હતો. તેને શાંત કરી દેવા તેને વિષભજન કરાવી દીધું હતું.'
વત્સ, નર્મદાનો પ્રેમી પેલો અર્જુન મરીને ક્યાં જન્મ્યો છે '
પિતાજી, એ અર્જુન મરીને, અહીં જ હીન જાતિમાં જન્મ્યો છે... એના સાત જન્મ તો થઈ ગયા.
આ પહેલો ભવ કર્યો કૃમીનો. છે બીજો ભવ કર્યો ગીરોલીનો. આ ત્રીજો ભવ કર્યો ઉંદરન. ચોથો ભવ કર્યો દેડકાનો.
૧૮૨
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only