________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|૧0
ઉજજૈનીમાં અચાનક બાલસૂર્યના પ્રકાશ જેવો દિવ્ય ઉદ્યોત થયો. દેવદુંદુભિ વાગવા લાગી. કલ્પવૃક્ષનાં પુષ્પોની સુગંધ પ્રસરવા લાગી. દિવ્ય સંગીત બનવા લાગ્યું. જાણે કે ઉજ્જૈનની શેરીએ શેરીએ હર્ષ રમણે ચઢ્યો! રાજકુમાર સમરાદિત્યના શયનખંડમાં બેઠેલા મહારાજાએ કુમારને પૂછયું:
હે વત્સ, પ્રકૃતિમાં આ અચાનક પરિવર્તન કેમ આવ્યું?' “પિતાજી, પૃથ્વી પર દેવોનું આગમન થયું છે.' કુમાર, એ દેવ કોણ છે? ઓચિંતું આગમન શાથી થયું?” “પિતાજી, ઉજ્જૈનીનગરના ગુણધર્મ શેઠનો પુત્ર જિનધર્મ, આજે કાળધર્મ પામ્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયો છે. એ દેવ, પોતાના મિત્રને અને પત્નીને પ્રતિબોધ આપવા આવ્યો છે. તે બંનેને પ્રતિબોધ પમાડીને, તેણે વિચાર્યું: “આ બંનેને જો મારી દેવલોકની ઋદ્ધિ-સમૃદ્ધિ બતાવું તો તેઓ પણ દેવલોકમાં આવવા તત્પર બને. એટલે એ દેવ હમણાં જ નગરમાં પ્રગટ થયો છે.”
રાજાએ પૂછયું: ‘એ ગુણધર્મશ્રેષ્ઠીનો પુત્ર જિનધર્મ, આજે જ કેવી રીતે દેવલોકમાં દેવ થયો અને મિત્ર તથા પત્નીને પ્રતિબોધ કેવી રીતે પમાડ્યો?”
“પિતાજી, આ વૃત્તાંત કહેવા યોગ્ય નથી. કર્મોથી જકડાયેલા જીવો સંસારમાં કયું અકાર્ય નથી કરતા?”
મહારાજાએ કહ્યું: “વત્સ, આ સંસાર જ એવો છે. એમાં કોઈ પણ અકાર્ય બની શકે છે... કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી.' “પિતાજી, શ્રેષ્ઠીપુત્ર જિનધર્મનો વૃત્તાંત, મને મારા જ્ઞાનમાં જ દેખાય છે, તે કહું છું: છે શ્રેષ્ઠીપુત્ર જિનધર્મ જિનવચનથી ભાવિત બુદ્ધિવાળો હતો. છે તે સંસારવાસ પ્રત્યે વૈરાગી બનેલો હતો.
છે તેની વિષયતૃષ્ણા વિરામ પામી ગઈ હતી. પરંતુ તેની પત્ની બંધુલા અતિ વિષયાસક્ત હતી. તેની ભોગ-સંભોગની તીવ્ર સ્પૃહા, જિનધર્મ સંતોષી શકતો ન હતો. જિનધર્મનો એક મિત્ર હતો ધનદત્ત.
ધનદત્ત અવારનવાર જિનધર્મની હવેલીમાં આવતો. ધનદત્ત રૂપવાન હતો, કલાકાર હતો. સંગીતકલામાં નિષ્ણાત હતો. પ્રારંભમાં ધનદા, જિનધર્મની હાજરીમાં વીણાવાદન કરતો અને મધુર-ગંભીર સ્વરમાં રાગ આલાપતો. જોકે જિનધર્મને ગીત-સંગીતમાં
१3८४
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only