________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. મારી જ ભૂલ થઈ કે મેં આ પત્નીને પ્રયત્નપૂર્વક સાચવી નહીં. આ દુષ્ટ નોકર અર્જુન દુરાચારી છે. મારી પત્નીના શીલનો એણે ભંગ કર્યો છે... હું એને જ ન મારી નાખું...'
તેણે પોતાની કમરમાં છુપાવેલી છરી બહાર કાઢી, ધીમે પગલે તે પલંગ પાસે ગયો. બંને ઘસઘસાટ ઊંઘતા હતાં. તેણે અર્જુનના ગળા પર છરી ચલાવી દીધી... અર્જુન ઊંઘમાં જ મરી ગયો. પુરંદરદત્ત સાચવીને, ઘરની બહાર નીકળી ગયો. પણ તેને વિચાર આવ્યો: “હવે મારી પત્ની શું કરે છે એ મારે જોવું જોઈએ. એટલે હવેલીના ગુપ્ત ભાગમાં છુપાઈને, નર્મદા હવે શું કરે છે, તે જોઉં.'
તે એવી જગ્યામાં છુપાઈને, ઊભો રહ્યો કે નર્મદાની દરેક પ્રવૃત્તિ અને દેખાઈ શકે.
અર્જુનનું મસ્તક કપાઈ ગયું હતું. લોહી વહેતું નર્મદાના શરીર નીચે પહોંચ્યું. લોહીના સ્પર્શથી નર્મદા જાગી ગઈ. તેણે અર્જુન તરફ જોયું. દીપકના ઝાંખા પ્રકાશમાં તેણે અર્જુનને મૃત અવસ્થામાં જોયો. તેનું ગળું કપાઈ ગયેલું હતું. તે પૂજી ઊઠી.... “મારા આ પ્રિયમતની હત્યા થઈ ગઈ. આવું ગોઝારું કૃત્ય કોણે કર્યું હશે? કોઈ કૂર પુરુષે જ આ કામ કરેલું છે. પણ અર્જુનની સાથે સાથે મારી હત્યા કેમ ના કરી? હવે મારા જીવવાનો શો અર્થ છે? મારું સર્વસ્વ નાશ પામી ગયું... મારું રતિસુખ... મારી કામક્રીડા. લૂંટાઈ ગઈ.' થોડી વાર તે અર્જુનના મૃતદેહની પાસે ઊભી રહી. પછી તે શયનખંડની બહાર નીકળી કોદાળી લઈ આવી, પાવડો અને તગારું લઈ આવી. તેણે શયનખંડમાં જ ભીતની લગોલગ ખાડો ખોદ્યો. માટી તગારામાં ભરી ભરીને પાછળના વાડામાં નાખી, ખાડો ઊંડો ખોદીને, તેમાં અર્જુનના મૃતદેહને દાટી દીધો. ઉપર માટી નાખીને, જમીન સરખી કરી દીધી.
પલંગમાં લોહીથી ખરડાયેલાં વસ્ત્રોને અને ગાદીને પાછળ વાડામાં લઈ જઈ સળગાવી દીધાં. શયનખંડને પાણીથી ધોઈ નાખ્યો..
આ દરમિયાન પુરંદરદત્ત ઘરમાંથી નીકળી, ગામની બહાર બ્રહ્માના મંદિરમાં જઈને, સૂઈ ગયો હતો.
નર્મદાએ બીજા દિવસે, સાસુને ખબર ના પડે એ રીતે શયનખંડમાં જે સ્થાને અર્જુનને દાટ્યો હતો, તે સ્થાન પર એક નાનો ઓટલો બનાવ્યો. તેના પર લીંપણ કરી, ત્યાં દીવો કર્યો. ધૂપ કર્યો.. ત્રિકાળ એ ઓટલાને મોહથી આલિંગન આપવા
લાગી.
ત્રણ દિવસ પછી પુરંદર ઘરે પાછો આવ્યો. નર્મદાને કોઈ પ્રકારની શંકા ના થાય એ રીતે જ બધો વ્યવહાર કરવા લાગ્યો. પૂર્વવત્ નર્મદા સાથે સ્નેહપૂર્ણ વાર્તાલાપ કરવા લાગ્યો. કોઈ કોઈ વાર નર્મદાને પેલા ઓટલા સાથે પ્રેમચેષ્ટા કરતી જોતો, ધૂપ-દીપ કરતી જોતો... પણ “આ તેણીની મૂઢતા છે, અજ્ઞાનતા છે...' એમ વિચારી શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮૧
For Private And Personal Use Only