________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પિતાજી, તમે ભય ના પામો. હું શુભંકર છું...’
‘તું શુભંકર ના હોય, મારો પુત્ર આવો હતો જ નહીં...'
‘હું આવો હતો જ નહીં, મારા દુર્ભાગ્યથી આવો થઈ ગયો છું... પિતાજી, મારી દુઃખભરી વાત સાંભળશો તો આપના મનનું સમાધાન થશે. હું મરી ગયો નથી, જીવતો છું...’
જ્યારે માતા-પિતા વગેરે શંકાની દૃષ્ટિથી જોવા લાગ્યાં ત્યારે શુભંકરે કહ્યું: ‘પિતાજી, હું મારી દુર્ભાગ્યપૂર્ણ વાત, આપને એકાંતમાં કહેવા ઇચ્છું છું...’
બીજાં બધાં દૂર ખસી ગયાં. કુમારે અથથી ઇતિ સુધી બધી વાત કહી સંભળાવી, શ્રેષ્ઠી વિમલમતિને પુત્ર પર દયા આવી, રોષ આવ્યો... પરંતુ હાલ તો એનો ઔષધોપચાર કરવો, અતિ આવશ્યક હતો. એટલે તેને ઘરના એક ગુપ્ત ઓરડામાં રાખી દીધો. પોતાના પરિચિત કુશળ વૈદને બોલાવ્યો. વૈદે આવીને શુભંકરને જોયો... એના સડી ગયેલા શરીરને જોઈને, વૈદે શ્રેષ્ઠીને કહ્યું: ‘ત્રણ મહિના સુધી ઉપચાર કરવો પડશે. ઔષધો આપવાં પડશે, ત્યારે આનું શરીર સારું થશે...'
‘સારું તો થશે ને?’ વિમલમતિએ પૂછ્યું.
‘સારું થશે, પરંતુ પહેલાં જેવું રૂપાળું તો નહીં જ થાય...' વૈદે કહ્યું.
‘ભલે પહેલાં જેવું રૂપાળું ના થાય, છતાં શરીરના બધા વિકારો તો દૂર થઈ જશે ને?’ શ્રેષ્ઠીએ પૂછ્યું.
‘શ્રેષ્ઠીવર્ય, હું મારો બધો પ્રયત્ન કરીશ.’
વૈદે ઔષધોપચાર ચાલુ કર્યાં. ત્રણ મહિના સુધી કરતાં રહ્યાં. હજારો રૂપિયા ખરચાયા. છેવટે ત્રણ મહિને તે નીરોગી થયો. વૈદે તેની સામે અરીસો બતાવીને કહ્યું: ‘શ્રેષ્ઠીપુત્ર જોઈ લે, તારી કાયા... હવે તું નીરોગી બન્યો છે... મારું કામ પૂરું થયું છે.'
વૈદને શ્રેષ્ઠીએ ખૂબ ધન આપ્યું. વૈદ રાજી થઈને ગયાં. શુભંકર, સુંદર વસ્ત્ર પહેરીને, દેવમંદિર જવા નીકળ્યો. રાજમહેલ રસ્તામાં જ આવતો હતો. મહેલના ઝરૂખામાં રાણી ઊભી હતી. રાણીએ શુભંકરને જોયો, શુભંકરે રાણીને જોઈ... બંનેની ષ્ટિ મળી. મોહવાસના ઊછળી... રાણીએ તેને બોલાવી લાવવા, દાસીને મોકલી. દાસીએ માર્ગ પર આવીને, શુભંકરને રાણીનો સંદેશો આપ્યો. શુભંકર ભૂતકાળની દુર્ગેટના ભુલી ગયો. રાણીના મોહમાં ખેંચાઈ ગયો. તે રાજમહેલમાં ગયો. રાણીવાસમાં પહોંચ્યો, તે પલંગ પર બેઠો, ત્યાં તો મહારાજાના આગમનના સમાચાર પરિચારિકાએ આપ્યા. રાણી ગભરાઈ. તેણે શુભંકર સામે જોયું... શુભંકરને ગુસ્સો તો આવ્યો, પરંતુ રાજાથી બચવા તેને પુનઃ સંડાસમાં છુપાવું પડ્યું. તેણે વિચાર્યું: ‘આ વખતે રાજા સંડાસમાં ન આવે તો સારું.' પરંતુ રાજાએ તો રાણીવાસમાં આવતાંની સાથે જ કહ્યું:
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૩૪૯