________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(20ENT
મહારાણી રૂપસુંદરી બોલી:
હે વત્સ, અમારી મોહનિદ્રા ઊડી જવાથી, તારી બધી વાતો લગભગ અમને સમજાઈ ગઈ છે. પરંતુ આ મારી બે નવવધૂઓની બધી આશા-અભિલાષાઓ અપૂર્ણ રહી ગઈ ને! એથી મારું મન ઉદ્વિગ્ન બન્યું છે. બંને રાજ કન્યાઓ કેવાં કેવાં સુખોની કલ્પનાઓ લઈને અહીં આવી હતી...' રાણીએ નિસાસો નાંખ્યો.
માતાજી, આપ ઉગ ના કરો. અલબત્ત, એ ઉદ્વેગનું કારણ તમારા મનનો રાગ જ છે. તે બંને કન્યાઓના મનોરથ લગભગ પૂર્ણ થયા છે. તે બંને ભાગ્યશાળી છે. તેમનું મનુષ્યજીવન ખરેખર સફળ થયું છે. તે બંનેએ મોક્ષબીજરૂ૫ સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે.”
મહારાણીએ બે પુત્રવધૂઓ સામે પ્રેમપૂર્ણ દૃષ્ટિથી જોયું. તે બંને ઊભી થઈ, રાજા-રાણીનાં ચરણે પ્રણામ કર્યા અને રાણીને કહ્યું :
“માતાજી, અમારા પ્રત્યે આપને સ્નેહ છે, પ્રેમ છે, એટલે આપના મનમાં ઉગ ઉત્પન્ન થયો છે. આર્યપુત્રનો ઉપદેશ યથાર્થ છે. અમે ખરેખર સમજીએ છીએ કે અમારો મનુષ્યજન્મ સફળ થયો છે. અમને આર્યપુત્રની પત્નીનું સ્થાન મળ્યું અને આપ બંનેની કૃપા મળી, વાત્સલ્ય મળ્યું... તે ઘણું છે. અમારી ઇચ્છાથી અમને અધિક મળ્યું છે. માટે માતાજી, આપ ઉગ છોડી દો..”
વિભ્રમવતી તથા કામલતાની નિખાલસ હૃદયની વાતો સાંભળીને, મહારાણી ગદ્દગદ થઈ ગયાં. બંને પુત્રવધૂઓને પોતાની પાસે બેસાડી, તેમના પર ખૂબ હેત વરસાવ્યું. તેઓ બોલ્યા:
ખરેખર, તમે બંને જેવી રૂપવતી છો, તેવી જ ગુણવતી છો. કેવી તમારી શાંતિ છે. કેવી તમારી ગંભીરતા છે અને પરમાર્થને સમજવાની તમારી કેવી ઊંડી સૂઝ છે. સાચે જ ખગસેનની પુત્રીઓને અનુરૂપ જ તમારો આ વ્યવહાર છે. ધન્ય સ્ત્રીઓ જ પતિના ઉત્તમ માર્ગને અનુસરે છે.'
સવાર હતી. રાજમહેલ વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમી ઊઠ્યો હતો ત્યાં રાજમહેલની પાસેના ઘરમાંથી રુદનનો અવાજ આવી રહ્યો હતો. ધીરે ધીરે રુદનનો અવાજ વધતો જતો હતો. મહારાજા પુરુષસિંહના કાને એ અવાજ અથડાતો હતો. સાંભળતાં સાંભળતાં તેઓ અકળાયા. તેઓએ દ્વાર પર ઊભેલા પ્રતિહારીને બોલાવીને કહ્યું: હમણાં જ, તપાસ કરો કે આ રુદનનો અવાજ ક્યાંથી આવે છે ને શું ઘટના બની ૧૩૭૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only