________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંને વધૂઓ સંવેગ પામી. તેમનાં ઘણાં પાપકર્મ નાશ પામ્યાં. વિશુદ્ધ આત્મભાવ પ્રગટ્યો.
શ્રદ્ધા અને બહુમાનથી, અને વધૂઓએ કુમારનાં ચરણોમાં પ્રણામ કર્યા. વિશ્વમવતીએ કહ્યું: “હે આર્યપુત્ર, મેં આપના એક એક વચન એકાગ્ર ચિત્તે સાંભળ્યાં. મારો મોહ જાણે ચાલ્યો ગયો હોય એમ મને લાગે છે. મારો વિષયરાગ પણ જાણે ચાલ્યો ગયો છે, મને સમ્યજ્ઞાનનો અભિનવ પ્રકાશ પ્રાપ્ત થયો છે.. અને ભવભ્રમણનો ભય ઉત્પન્ન થઈ ગયો છે.'
કામલતા બોલીઃ “હે આર્યપુત્ર, મને પણ વિશ્વમવતીના જેવું જ થયું છે. હે નાથ, અમે આપને સમર્પિત થયાં છીએ અને આપે અમારો સ્વીકાર કર્યો છે, માટે અમારા આત્માને અનુરૂપ આપ અમને આજ્ઞા કરો. અમારે શું કરવું, શું ના કરવું, તે કહો.”
કુમારે કહ્યું: “ઘણું સારું! ઘણું સાર! તમે તમારું ઉત્તમ મનુષ્યજીવન સફળ કરવા તત્પર બન્યાં છો. આ તમારો પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે! માટે જ આવી કુશળ બુદ્ધિ પ્રગટી છે.. ઉચિત વિવેક પ્રગટ્યો છે.”
હે સુશીલે, આ વિષયો અને વિષયરોગ, મોહથી ઉત્પન્ન થાય છે. મોહના કારણભૂત છે, મોહ-સ્વરૂપ છે, વિષયરાગથી સંક્લેશ ઉત્પન્ન થાય છે. વિષયરાગ સ્વરૂપ છે. દુઃખની પરંપરા સર્જનાર છે. માટે જીવનપર્યત વૈષયિક સુખોનો ત્યાગ કરવો જોઈએ. મોહની ચેષ્ટાઓનો ત્યાગ કરવો જોઈએ. ' હે દેવીઓ, તમે સમતાભાવને અંગીકાર કરો. રાગ-દ્વેષની પરિણતિનો ત્યાગ કરો. કલ્યાણબુદ્ધિથી વિચાર કરો. ભવમાં ઉત્પન્ન થતા વિકારોને નિહાળો. ચિત્તથી એ વિકારોની આલોચના કરી. સદૂગુરુની ભક્તિ કરી... અને ધર્મકાર્યમાં ઉદ્યમ કરો.”
વિશ્વમવતી અને કામલતાનાં ચિત્ત-પરિણામ વધુ ને વધુ વિશુદ્ધ થતાં ચાલ્યાં. તે બંનેએ કહ્યું: “હે આર્યપુત્ર, આપની આજ્ઞા મુજબ અમે જીવીશું. તમારી અનુમતિથી અમે જીવનપર્યત વૈષયિક સુખોનો ત્યાગ કરીએ છીએ.”
આ સાંભળી, કુમાર હર્ષવિભોર થઈ ગયો. તેની આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ ગઈ. તેણે વિચાર્યું. “અહો! આ બે વધૂઓની કેવી ધન્યતા છે! કેવી વિશુદ્ધ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧ી
For Private And Personal Use Only