________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દેવી મૌન થયાં. રાજાએ વિનયથી પૂછ્યું:
‘હે ભગવતી, આપનો પરિચય આપવા કૃપા કરશો?'
દેવીએ કહ્યું: ‘હું ‘સુદર્શના' નામની દેવી છું. હું ખગધારિણી તરીકે ઓળખાઉં છું. તમારા પુત્રની હું ગુણાનુરાગિણી છું, તેથી અહીં તમારા મહેલમાં જ રહું છું.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાએ વિચાર્યું: ‘અહો! કુમારના કેવા ગુણો છે કે તેના પ્રત્યે દેવતાઓ પણ અનુરાગી બને છે!' રાણીનાં રોમરાજી હર્ષથી વિકસિત થયાં. રાણીએ રાજાને કહ્યું: ‘સ્વામીનાથ, કુમારનો આવો દિવ્ય પ્રભાવ છે કે દેવતાઓ પણ તેના ગુણ ગાય છે, માટે ચાલો આપણે તેની પાસે જઈને અને તેના ધર્મદેહનાં દર્શન કરીએ અને એ કુમારે તથા નવવધૂઓએ જે બ્રહ્મચર્યવ્રત લીધું છે, તે વ્રત આપણે પણ ગ્રહણ કરીએ.’
રાજા ક્ષણભર રાણી સામે જોઈ રહ્યા... પછી મનોમન નિર્ણય કરીને બોલ્યા : ‘તમારી વાત મને ગમી, ચાર્લી એમ જ કરીએ...'
ભવનદેવી સુદર્શનાને પ્રણામ કરી, રાજા-રાણી કુમાર સમરાદિત્યના શયનખંડ તરફ ગયાં. હજુ કુમારનો વાર્તાલાપ ચાલુ હતો. રાજા-રાણીને શયનખંડમાં પ્રવેશ કરતાં જોઈ, કુમાર વગેરે બધાં જ ઊભા થઈ ગયાં.
કુમારે હર્ષિત થઈ, માતા-પિતા માટે બે આસન ગોઠવ્યાં. રાજા-રાણી આસન પર બેઠાં. એટલે કુમારે પ્રણામ કર્યાં. નવવધૂઓએ પણ પ્રણામ કર્યાં. પ્રણામ કરી સહુ નીચે બેસી ગયાં. કુમારે કહ્યું:
‘પિતાજી, આમ અનુચિત કેમ કર્યું? આપ નહીં, તો માતાજી મને બોલાવી શકત ને! હું આપની પાસે આવી જાત... આપે અહીં આવવાનું કષ્ટ કેમ કર્યું?'
મહારાજા બોલ્યા: ‘હે કુમાર, અમે અનુચિત નથી કર્યું. ભવનદેવતાએ પ્રગટ થઈને, અમને બધો જ તારો વૃત્તાંત કહ્યો.'
રાણી રૂપસુંદરીએ કહ્યું: ‘વત્સ, તું ઉત્તમ ગુણોનો ભંડાર છે. હવે અમારાથી તને આજ્ઞા કરાય નહીં....
‘હે માતાજી, આપ આમ ના બોલો. તમે મારા ગુરુજનો છો. મારાં શિરછત્ર છો. ગુણવાને ગુરુની આજ્ઞાનો અમલ કરવાનો જ હોય.'
4368
રાજા બોલ્યા: ‘કુમાર, તેં બહુ દુષ્કર કાર્ય કર્યું છે.’
કુમારે કહ્યું: ‘પિતાજી, મેં કોઈ જ દુષ્કર કાર્ય કર્યું નથી. દુષ્કરકારક શું છે ને શું નથી, એ અંગે હું એક નાની ઉપનયકથા કહું છું તે તમે સાંભળો:
ભાગ-૩ * ભવ નવમો
For Private And Personal Use Only