________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર પુરુષો હતાં, તેમાં બે વિષયાસક્ત હતાં, અને બે અર્થાસક્ત હતાં. ચારે પુરુષો મુસાફરી કરવા નીકળ્યાં.
માર્ગમાં એક સ્થાને તેઓએ મણિ-રત્ન-સુવર્ણથી ભરેલા બે મહાનિધિ જોયાં. સાથે સાથે દેવાંગના જેવી બે સુંદર સ્ત્રીઓને જોઈ. આ ચારે પુરુષો એ તરફ દોડ્યા. દોડતા દોડતાં તેમણે શબ્દ સાંભળ્યો:
અરે પુરુષો, તમે સાહસ ના કરશો, સાહસ ના કરશો, જરા ઉપર નજર કરો. તમારા ઉપર મોટો પહાડ પડી રહ્યો છે...”
એ ચાર પુરુષોએ ઉપર જોયું. ખરેખર એક મોટો પહાડ તીવ્ર ગતિથી નીચે આવી રહ્યો હતો. આ પર્વત આપણા ઉપર પડશે તો આપણા શરીરના ચૂરેચૂરા થઈ જશે, માટે આપણે આગળ નથી વધવું. પરંતુ આ સ્થિતિમાં અહીં શું કરીશું?' ત્યાં એક અવાજ આવ્યો:
હવે કોઈ ઉપાય નથી. જેઓ ધન અને સ્ત્રીની ઇચ્છા કરે છે, તેઓને ધન તથા સ્ત્રી પ્રાપ્ત થાય કે ન થાય, તો પણ જેઓ તે ધન અને સ્ત્રીમાં આસક્ત થાય છે, તેનો સહારો લે છે, તેમણે વારંવાર તેનો સહારો લેવો પડે છે.
જે જીવો ધન અને સ્ત્રી પ્રત્યે નિઃસ્પૃહ રહે છે, તે બંનેની અસારતા વિચારે છે, તેઓ નિઃસ્પૃહભાવથી તેનો સહારો લે પણ ખરા, છતાં વારંવાર સહારો લેવો પડતો નથી. એટલું જ નહીં, તેઓ અલ્પ સમયમાં ઉપદ્રવથી મુક્ત થાય છે.
આ શબ્દો સાંભળ્યા પછી, એક મુસાફર વિચારે છેઃ “મારે આટલી લાંબી ચિંતા કરવાનું કોઈ પ્રયોજન નથી. જે થવાનું હોય તે ભલે થાય, હું તો એ ઘન અને સ્ત્રીઓ પાસે જઈશ. ધન પ્રાપ્ત કરીશ અને એ સ્ત્રીઓ સાથે ભોગસુખ ભોગવીશ..” તે હર્ષ અને આસક્તિપૂર્વક વર્તવા લાગ્યો.
બીજાઓ વિચારે છેઃ “જીવની હેરાનગતિ કરનારા, નાશવંત અને પરિણામે કડવાં ફળ આપનારા એ ધન તથા સ્ત્રીઓથી સર્યું. આપણે ન જોઈએ એ ધન, ન જોઈએ એ સ્ત્રીઓ. તેઓ ધનસ્પૃહાથી અને સ્ત્રી-આસક્તિથી મુક્ત બન્યાં. તેની અસારતા ભાવવા લાગ્યાં.
સમરાદિત્યે મહારાજાને પૂછ્યું: “પિતાજી, આપ જ કહો, આ મુસાફરોમાં કોણ દુષ્કરકારક અને કોણ નહીં?”
મહારાજાએ વિચાર કર્યો - જેઓ અર્થ અને કામમાં પ્રવર્તે છે તેઓ દુષ્કરકારક છે. અવશ્ય નાશ પામનારા, જેના ભોગના પરિણામે કડવાં ફળ મળે છે તેવા અર્થ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭૫
For Private And Personal Use Only