________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ છે! અવશ્ય, આ બંને આત્માઓ હળુકર્મી લાગે છે. એમના આત્મા પરથી પાપકર્મોનો ઘણો ભાર ઊતરી ગયો લાગે છે. વળી, એમનો ઉપશમભાવ કેવો શ્રેષ્ઠ છે. તેમની બોલવાની પદ્ધતિ પણ કેવી પ્રિય અને મનોહર છે. સાથે સાથે એમની ગંભીરતા પણ ગજબની છે!' આમ વિચારી, મધુર વાણીમાં કુમારે કહ્યું:
બહુ સરસ, તમે વિષયોનો ત્યાગ કરી કૃતાર્થ બન્યાં છો. મેં તમને સર્વ કુશળ અનુષ્ઠાનોની અનુમતિ આપી છે. હું પણ જીવનપર્યત વિષયોનો ત્યાગ કરું છું. બ્રહ્મચર્ય અંગીકાર કરું છું.'
અશોક વગેરે મિત્રો બોલી ઊઠ્યા: “બહુ સુંદર ઘણું જ ઉત્તમ કાર્ય થયું.' સહુના ચિત્ત કલ્યાણભાવનાથી પલ્લવિત બન્યાં. એ કલ્યાણભાવનો પ્રભાવ ક્ષેત્રદેવતા પર પડ્યો. ક્ષેત્રદેવતા જાગ્રત થયા. તેમણે સમરાદિત્ય વગેરે સર્વે ઉપર કુસુમવૃષ્ટિ કરી. સહુ આનંદવિભોર બની ગયાં. કુમારના હૃદયમાં બંને વધૂઓ પ્રત્યે શ્રેષ્ઠ શુભભાવ ઉલ્લસિત થયો: “આ બંને ધન્યાતિધન્ય છે. એમની મારા પ્રત્યે કેવી ઉત્કૃષ્ટ સહૃદયતા!”
આમ વિચારતાં.. ચિંતનની ધારે ચઢતાં સમરાદિત્ય કુમારના “અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થઈ ગયો. તેમને અવધિજ્ઞાન' પ્રગટ થઈ ગયું. કુમાર અતિશય સંવેગ પામ્યા.
અવધિજ્ઞાનના પ્રકાશમાં તેઓને ભૂતકાળના અને ભવિષ્યકાળનાં દશ્યો દેખાવા લાગ્યાં. પ્રભાત થઈ ગયું હતું.
શયનખંડમાં રાતભર કુમાર સાથે નવવધૂઓનો વાર્તાલાપ ચાલુ રહ્યો હતો. અશોક, લલિતાગ તથા કામાંકુર - ત્રણે મિત્રો કુમારની સાથે હતાં. કુંદલતા અને માનિની - બે સખીઓ રાતભર નવવધૂઓની સાથે હતી.
પ્રતિહારી, કે જેનું નામ “આનંદ' હતું, તેણે પણ શયનખંડની બહાર ઊભા ઊભા અંદરનો વાર્તાલાપ સાંભળ્યો હતો. તે પ્રભાતે મહારાજા પાસે દોડી ગયો. મહારાજા અને મહારાણી બંને સાથે બેઠાં હતાં અને કુમાર તથા નવવધૂઓની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. આનંદે મહારાજા-મહારાણીને પ્રણામ કરીને કહ્યું: “મહારાજા, ગજબ થઈ ગયો!'
“શું થયું? જલદી બોલ...' મહારાજા વ્યાકુળ થઈ ગયા. “મહારાજા, રાતભર કુમારના શયનખંડમાં વાર્તાલાપ ચાલતો રહ્યો. મહારાજકુમારના મિત્રો અને નવવધૂઓની સખીઓ પણ રાતભર કુમારના ખંડમાં જ હતી...'
“શું વાર્તાલાપ રાતભર ચાલ્યો?”
139
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only