________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપો. જે અનુરાગ અહિતમાં પ્રવર્તાવવા માટેનો હોય, તે અનુરાગને કેવો સમજવો?'
માનિનીએ થોડી નારાજી સાથે પૂછ્યું: “હે કુમાર, આવા પતિ પ્રત્યેના વિશુદ્ધ અનુરાગમાં “અહિત ક્યાંથી આવ્યું? આ વાત મારી સમજમાં આવતી નથી.’ માનિનીએ, કામલતા તથા વિશ્વમવતી તરફ જોયું, પછી કુમાર સામે પ્રશ્નભરી દષ્ટિથી જોવા માંડ્યું.
કુમારે પ્રસન્ન વદને કહ્યું: “અનુરાગ પણ અહિતકારી હોઈ શકે. આ વિષય પર હું એક દૃષ્ટાંત આપી, આ વિષય સમજાવું છું.” ‘સંભળાવશે કુમાર, આનંદ થશે.' માનિની બોલી, કુમારે પ્રારંભ કર્યો: કામરૂપ નામના દેશમાં “મદનપુર” નામનું નગર હતું. તે દેશનો રાજા હતો પ્રદ્યુમ્ન અને રાણીનું નામ હતું રતિ. રાજા-રાણી વૈષયિક સુખોમાં લીન હતાં. એક દિવસની વાત છે.
રાજા અશકીડા કરવા જંગલોમાં ગયો હતો. રાણી મહેલના ગોખમાં ઊભી. ઊભી, ચાર દિશાઓમાં અવલોકન કરતી હતી. તે સમયે રાજમાર્ગ પરથી પસાર થતા એક સુંદર યુવાનને જોયો.
રાણીને એ યુવાન ગમી ગયો. એ યુવાનને ભેટવાની ઇચ્છા થઈ. રાણીની ભોગવાસના પ્રબળ થઈ ઊઠી. તે યુવાન તરફ અનુરાગપૂર્ણ દૃષ્ટિથી જોઈ રહી. એ યુવાને પણ રાણીને જોઈ. તેના ચિત્તમાં પણ રાણી પ્રત્યે અનુરાગ પ્રગટ્યો. રાણી સમજી ગઈ કે “આ યુવાન મારા મનની વાત સમજી ગયો છે. રાણી હર્ષિત થઈ ગઈ. પેલો યુવાન મહેલની સામે જ ઊભો રહી ગયો. તે કામાતુર બની ગયો હતો.
રાણીએ તરત જ “જાલિની' નામની દાસીને બોલાવી. આ જાલિની, રતિરાણીની એક એક વાત જાણતી હતી, અંગત દાસી હતી. તેને રાણીએ કહ્યું: ‘જાલિની, જો સામે પેલો યુવાન ઊભો છે. યુવતીઓને સંતોષ આપનાર એ યુવાનને મારી પાસે લઈ આવ.' દાસી સમજી ગઈ. એ પેલા યુવાનને ઓળખી ગઈ. એ યુવાન, વિમલમતિ નામના સાર્થવાહનો પુત્ર શુભકુર હતો. દાસી તેને માત્ર ઇશારાથી રાજમહેલમાં લઈ આવી. તેને રાણીવાસમાં મૂકી, દાસી ચાલી ગઈ.
શુભંકર રાણીના પલંગ પર બેઠો. રાણીએ તેને તાંબૂલ આપ્યું. હજુ શુભંકરે તાંબૂલ ગ્રહણ કર્યું ત્યાં તો મહેલની નીચે મહારાજા પ્રદ્યુમ્નના આગમનનો કોલાહલ સંભળાયો.'
“અરે, મહારાજા પધારતા લાગે છે.' રાણી ગભરાઈ... શુભંકરને ક્યાં છુપાવવો.. શ્રી સમરાદિત્ય મહાકથા
1398
For Private And Personal Use Only