________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ@ahવતી સુવર્ણની કાંતિ જેવી મનોહર હતી અને કામલતા થોડી શ્યામ વર્ણવાળી છતાં લાવણ્યમયી હતી. હાથીદાંતની પૂતળી પર કેસરી રંગથી વિલેપન કરેલું હોય અને એ જેવી શોભે તેવી વિભ્રમવતી શોભતી હતી, જ્યારે કામલતા હરિચંદનના રસથી વિલેપન કરેલી નિર્મળ ઇન્દ્ર નીલમણિની પૂતળી જેવી શોભતી હતી.
કુમારે બંને પત્નીને જોઈ. કુમારનું ચિત્ત પ્રસન્ન થયું. તેના મનમાં બંને પત્નીઓનું અવલોકન શરૂ થયું.
આ બંને કુમારીઓની કલ્યાણ આકૃતિ છે, અંગોપાંગ સુંદર છે. નિષ્કલંક લાવણ્ય છે. બંનેની મુખાકૃતિ ઉપશાંત છે, લક્ષણો સુંદર છે. ધીર અને વિનીત દેખાય છે...'
શયનગૃહમાં મણિ-દીપકો સળગી રહ્યાં હતાં. યોગ્ય સ્થાનો પર પુષ્પગુચ્છ ગોઠવેલાં હતાં. ભીંતો પર ચંપકમાળાઓ લટકતી હતી. સુગંધી ચૂર્ણથી શયનગૃહને સુવાસિત બનાવેલું હતું. સુંદર શયન બિછાવેલાં હતાં. કુમાર સમરાદિત્ય શયન પર બેઠો. અશોક વગેરે મિત્રો યોગ્ય સ્થાને બેઠા.
સસલાના ઉદર જેવા સુંવાળા ગાલીચા પર વિશ્વમવતી અને કામલતા બેઠાં. કુંદલતા, માનિની વગેરે સખીઓ પોતાને યોગ્ય સ્થાને બેઠી, કુંદલતા વિશ્વમવતી પાસે અને માનિની કામલતા પાસે બેઠી, કુંદલતા અને માનિની, બંને સખી ચતુર અને વિચક્ષણ હતી. કલોચિત કર્તવ્યોનું પાલન કરવામાં, બંને સખીઓ કુશળ હતી. બંને સખીઓએ સર્વપ્રથમ કુમારને તાંબૂલ આપ્યું.
ત્યાર પછી કુંદલતા ઊભી થઈ, કુમારને બકુલપુષ્પોની માળા અર્પણ કરતાં કહ્યું: “મહારાજ કુમાર, તમારી આ પ્રિયતમાએ, અત્યંત અનુરાગથી સ્વહસ્તે ગૂંથેલી આ માલા છે.' કુમારે આદરપૂર્વક માળાનો સ્વીકાર કર્યો.
ત્યાર પછી માનિની ઊભી થઈ. તેની પાસે માધવલતાનાં પુષ્પોની માળા હતી. તેણે આ માળા કુમારને અર્પણ કરતાં કહ્યું.
“હે દેવ, તમારી આ પ્રિયતમા કામલતાએ સ્વહસ્તે ગૂંથેલી આ માળા છે, તેનો સ્વીકાર કરો.”
કુમારે આદરથી માળાનો સ્વીકાર કર્યો અને બંનેને સંબોધીને કહ્યું: “બંને પ્રિયતમાઓનો મારા પર આટલો બધો અનુરાગ છે, એથી મારું મન પ્રસન્ન થયું...”
કુંદલતા બોલી: “મહારાજકુમાર, જ્યારથી આ બે રાજકુમારીઓએ પરદેશી શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩પ
For Private And Personal Use Only