________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રો, આપણે આજે રાત્રિના સમયે જ, ઉર્જની તરફ પ્રયાણ કરી દઈએ તો?'
લલિતાંગે કહ્યું: “મહારાજ કુમાર, સાંજે ભોજન કરીને પછી, લાંબી યાત્રા માટે ઘોડેસવારી કરવી આપના શરીરને અનુકૂળ નહીં આવે. વળી આખી રાત ઉજાગરો થશે. શા માટે ઉજાગરો કરવો? વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં પ્રયાણ કરી દઈશું. હા, કોઈ અગત્યનું કામ હોય તો રાતે પણ જઈ શકાય.'
ના રે ના, એવું કોઈ જ અગત્યનું કામ નથી. કાલે સવારે પ્રયાણ કરીશું.' સમરાદિત્યે કહ્યું.
“તો પછી રાત્રિનો કોઈ કાર્યક્રમ બનાવીએ.” કામાકરના મનમાં ચિંતામણિનું નૃત્ય તાજું થયું. તેણે લલિતાંગ સામે જોયું. લલિતાંગે કુમાર સામે જોયું.
અશોકે કહ્યું: “ગઈ કાલે જે મહાલયમાં આપણે ગયાં હતાં, ત્યાંથી થોડે દૂર એક નાનો પર્વત છે. લાંબો પથરાયેલો ને રમણીય પર્વત છે. વિવિધ વૃક્ષો અને વનરાજીથી તે પર્વત શોભે છે. આપણે ત્યાં જઈએ... ત્યાં મહારાજકુમાર તથા કામાંકુરનાં ગીતોનો કાર્યક્રમ રાખીએ તો? એ બંનેને જે વાજિંત્રો જોઈએ તે હું લઈ આવીશ. મૃદંગ, વીણા બાસુરી વગેરે..”
લલિતાંગને અશોકનો પ્રસ્તાવ ગમ્યો. સમરાદિત્યે ના ન પાડી. કામાંકુર બોલી ઊઠ્યો: “આપણે તૈયાર છીએ.. મહારાજકુમાર જેવા મૃદંગ વાદનમાં વિશારદ સાથે આવનાર હોય પછી શું કમી રહે?”
લલિતાંગે કહ્યું: “પરંતુ જ્યારે મહારાજકુમાર ગાશે ત્યારે મૃદંગ તારે વગાડવું પડશે.” ‘વગાડીશ, મને વગાડતાં સરસ આવડે છે.' કામાકુર બોલી ઊઠડ્યો.
ભોજન પતી ગયું. ચોકીદારે આમ્રવૃક્ષની નીચે ખાટલા પાથરી દીધાં હતાં. અશોકે તેના હાથમાં પૈસા આપીને, એને તાંબૂલ લેવા મોકલી દીધો. સમરાદિત્ય ઊઠીને પોતાના ખંડમાં ચાલ્યો ગયો. ત્રણ મિત્રો આમ્રવૃક્ષની નીચે જઈને બેઠા. તાંબૂલ આવી ગયું. ત્રણે મિત્રોએ તાંબૂલ મોઢામાં મૂક્યું. પછી લલિતાગે પેલી માટીની ભૂંગળી ખીસામાંથી બહાર કાઢી. તમાકુની પોટલી બહાર કાઢી. ભૂંગળીમાં ચોકીદારે આગ ભરી, તેના પર તમાકુ ભભરાવી. સુગંધી ધુમાડો ચારે બાજુ ફેલાયો. મિત્રોએ વારાફરતી ભૂંગળીને દમ લગાવ્યાં.
બધાએ તાજગી અનુભવી. ચલમ ચોકીદારને આપીને, મિત્રો વાતોએ વળગ્યાં. ધીમા સ્વરે વાત શરૂ કરતાં અશોક બોલ્યો: મહારાજા જ્યારે સાંભળશે કે રાજકુમાર ધારાની નૃત્યાંગના ચિંતામણિના મહાલયમાં આવ્યાં હતાં, ત્યારે તેઓ અતિ પ્રસન્ન થઈ જશે.'
પરંતુ હજુ આપણું કામ ઘણું બાકી છે. ભલે એ ચિતામણિના મહાલયમાં
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩
For Private And Personal Use Only